15 સપ્ટેમ્બર બાદ શું ગુજરાતમાં વધી શકે છે આવા કેસ? વરસાદની આ આગાહી સાચી પડી તો...!!

Gujarat Weather Update: ગુજરાતમાં આખરે વિધિવત રીતે આજથી ચોમાસાનો પ્રારંભ થયો છે. દક્ષિણ ગુજરાતમા નવસારી, ડાંગ અને વલસાડમાં આજે વરસાદનું આગમન થતા જ સત્તાવાર ચોમાસું બેસી ગયાના સમાચાર આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યુ કે, સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસુ બેસી ગયું છે. હવામાન વિભાગે આ ખુશખબર આપ્યા છે.

15 સપ્ટેમ્બર બાદ સાપનો ઉપદ્રવ વધશે

1/10
image

અંબાલાલ પટેલ આમ તો વરસાદ વાવાઝોડાની આગાહી કરતા હોય છે. તેમણે એક બીજી પણ ચોંકાવનારી અને વિચિત્ર આગાહી કરી છે. આ વખતે અંબાલાલે સર્પદંશ અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, 15 સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે. 15 સપ્ટેમ્બર બાદ સાપનો ઉપદ્રવ સાથે સાપ કરડવાના બનાવો પણ વધવાની શકયતાઓ રહેલી છે.

2/10
image

ગુજરાતીઓ માટે હરખના સમાચાર એ છે કે, નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે. 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠેથી ચોમાસું પ્રવેશ કરી શકે છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં વાદળો ઘેરાયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસું 12 થી 13 દિવસ વહેલું છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.   

3/10
image

અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં ઠન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં ફરવા વરસાદની પણ આગાહી છે. 

4/10
image

ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ આવતા જ આજથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું  છે. નવસારી સુધી ચોમાસાનો પ્રવેશ થઈ છે.  

વરસાદની આગાહી

5/10
image

સમગ્ર ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. વરસાદની સાથે ઠંડરસ્ટ્રોમની પણ આગાહી છે. હવે ધીરે ધીરે દક્ષિણ ગુજરાતથી આગળ ચોમાસું વધશે. પંચમહાલ, દાહોદ, અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં આવતી કાલે વરસાદની આગાહી છે. આગામી સાત દિવસ રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદની આગાહી છે.   

6/10
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. 

7/10
image

ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. 

8/10
image

તેમણે કહ્યું કે, આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જુને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જુને જ આવી ગયું છે. ચોમાસાનો ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે. જોકે, આ કોઈ નવી વાત નથી. અનેકવાર ભૂતકાળમાં એવુ બન્યુ છે કે ચોમાસું સમય કરતા વહેલું આવે છે. 

વાવાઝોડા જેવા પવન સાથે વરસાદની આગાહી

9/10
image

હવામાન વિભાગે વરસાદને નાવકાસ્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી કરાઈ છે. તો વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 

10/10
image

નર્મદા, નવસારી, ડાંગ, તાપીમાં આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે. સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.