તમે ક્યારેય નર્મદા ડેમના મહાકાય દરવાજા કેવી રીતે રિપેર થાય છે તે જોયું છે, જોઈ લો PHOTOs માં

Narmada Dam જયેશ દોશી/નર્મદા : નર્મદા ડેમ ગુજરાતનો સૌથી મોટો ડેમ છે. લોકોએ હંમેશા આ ડેમના તોતિંગ દરવાજાઓમાંથી પાણી વહેતા જોયુ છે, પણ શું તમે ક્યારેય ડેમના મહાકાય દરવાજાનું સમારકામ થતા જોયુ છે. સરદાર સરોવર નર્મદા બંધ ખાતે 1 માસ માટે પ્રિમોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેમાં ડેમના વિશાળ દરવાજાનું સર્વિંસિંગ કામ હાથ ધરાયું છે. 
 

1/10
image

સરદાર સરોવર નર્મદા બંધ ખાતે  આજથી  પ્રિમોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ વર્ષે પણ સારું ચોમાસું જાય અને નર્મદા બંધ 138.68 મીટરની મહત્તમ સપાટી સુધી ભરાય તેવુ પ્લાનિંગ છે. ત્યારે નિગમ દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 

2/10
image

નર્મદા બંધના ઉપરવાસમાંથી 10575 હજાર  ક્યુસેક પાણી આવક થઈ રહી છે. હાલ બંધની જળસપાટી 118 મીટર છે. સરોવર  પણ 2100 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહિત છે. જોકે વરસાદ ઓછો આવે તો પણ ગુજરાત રાજ્યને પીવાનું પાણી પુરુ પાડી શકવા સક્ષમ નર્મદા બંધ છે.   

3/10
image

ચોમાસુ આગામી દિવસોમાં શરૂ થશે એટલે એ પહેલા નર્મદા બંધના 30 રેડિયલ ગેટનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. જે 30X 30 મીટરના ગેટ છે અને 7 ગેટ 30X 26 મીટરના છે. જે સરળતાથી અપ એન્ડ ડાઉન થાય કોઈ ઇમરજન્સીમાં ગેટ ખોલવાનો વારો આવે તો આ અટોમેટિક ગેટ ખુલી શકે એ માટે ખાસ એજન્સી દ્વારા તમામ 30 ગેટોને સર્વિસિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં 30 માંથી 5 ગેટનું કાર્ડિયલ કમ્પાઉન્ડ લિક્વીડ દ્વારા સર્વિસિંગ પુર્ણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તમામ ગેટનું સર્વિસીંગ કરાશે.   

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image