તૈયારી કરી રાખજો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં પડશે સાંબેલાધાર વરસાદ, આ ભયંકર આગાહી સાચી ઠરી તો...

Gujarat Monsoon 2023: ગુજરાતમાં હવે ધીરેધીરે ચોમાસું જામ્યું છે અને આજે ચોમાસું અમદાવાદ સુધી પહોંચ્યુ છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી કાળા ડિંબાગ વાદળો સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. આજે વલસાડમાં વરસાદની ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

1/5
image

આવતીકાલથી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 અને 29 જૂને પણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, ગીરસોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના યથાવત રાખવામાં આવી છે.  

આજે ક્યાં ક્યાં આગાહી

2/5
image

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં પોણા 6 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરના ઘોઘા તાલુકામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત આજે દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ આવી શકે છે.   

આગામી ત્રણ દિવસની વરસાદની આગાહી

3/5
image

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર પધરામણી થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આજે સુરત, ભરૂચ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. તો 27 જૂને ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે વડોદરા, વાપી, સુરત, નવસારી માટે પણ વરસાદની આગાહી અપાઈ છે. તો 28 જૂને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. 

યેલો એલર્ટ જાહેર

4/5
image

ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે. ત્યારે કેટલાક જિલ્લાઓને લઇ હવામાન વિભાગે યેલો અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા સુરત, ભરૂચ અને ગીર સોમનાથ માટે યેલો અલર્ટ જાહેર કરાયું છે. આ ત્રણેય જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો આવતીકાલે વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની એટલે કે ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે કે, ભાવનગર, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં યેલો અલર્ટ છે. 

પશ્વિમ, મધ્ય અને ઉત્તર ભારતમાં પણ ચોમાસાનું આગમન

5/5
image

ઉલ્લેખનીય છે કે, હવામાનના મોરચે દેશને એક મોટી રાહત મળી છે. ચોમાસાએ આગેકૂચ કરીને પોતાનો વ્યાપ વધાર્યો છે. દક્ષિણ ભારત બાદ પશ્વિમ, મધ્ય અને ઉત્તર ભારતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે. મોડા પડેલા ચોમાસાએ જાણે શરૂઆતમાં જ વિલંબની માંડવાળ પણ કરી દીધી છે. ગુજરાત, હરિયાણા,મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ચોમાસાની દસ્તક ધમાકેદાર રહી છે. કેટલીક જગ્યાએ ચોમાસાએ શરૂઆતમાં જ રૌદ્ર સ્વરૂપ પણ દેખાડી દીધું. જો કે ગરમીના મોરચે રાહત મળતા લોકો ખુશ છે.