મશરુમની ખેતી કરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Aatmanirbhara Farmers : આત્મા પ્રોજેક્ટ થકી ખેડૂત સમૃદ્ધિનું વધુ એક ઉદાહરણ... પરંપરાગત ખેતીની જગ્યાએ ડાંગના ખેડૂતે મશરૂમની ખેતી શરૂ કરી... કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે તાલીમ મેળવ્યા બાદ મશરૂમની સફળ ખેતી કરનાર ડાંગ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ ગાવિત રાજ્યના અનેક ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
ભારત ખેતી પ્રધાન દેશ છે. ત્યારે દેશના અલગ અલગ વિસ્તારમાં ખેડૂતો અલગ અલગ પ્રકારની ખેતી કરે છે. ત્યારે સુરતમાં ચાલી રહેલા મિલેટ્સ મેળામાં આવેલા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કોસમાડ ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ ગાવિતે પરંપરાગત ખેતી છોડીને મશરૂમની ખેતી શરૂ કરી છે.
તેઓએ પરંપરાગત ખેતીને તિલાંજલિ આપી છે. ગામડાના ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળ્યા છે. તેઓ જણાવે છે કે. ખેતીમાં આધુનિક કરણ લાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ મેળવ્યા બાદ 28 કિલો બીજના પ્લાન્ટેશનમાં 60 કિલો મશરૂમનો પાક મેળવ્યો હતો. મિલ્કી મશરૂમની ખેતીમાં 25થી 30 દિવસમાં જ ફ્લાવરિંગ આવી જાય છે. મશરૂમ 350 થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે. ઘણીવાર સિઝનના સમયમાં 500 થી 600 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પણ મળે છે.
મશરૂમની ખેતીના ફાયદા જણાવતા તેઓ કહે છે કે, મશરૂમની ખેતી માટે કોઈ મોટા રોકાણની જરૂર નથી કે મોટા પ્લોટની પણ જરૂર નથી. જે છત નીચે મશરૂમની ખેતી કરવામાં આવે છે. એવા કેટલાક મશરૂમ છે જે ભારતમાં એર કન્ડીશનીંગ વગર ઉગાડી શકાય છે જેમ કે દૂધિયું મશરૂમ, બટન મશરૂમ તેમજ મિલ્કી મશરૂમ છે.
Trending Photos