ખેતીની દુનિયામાં ક્રાંતિ લાવનાર ગુજરાતી ખેડૂત, એવી ખેતી કરી જેની ચારેતરફ છે ડિમાન્ડ

Mushroom Farming ઉમેશ પટેલ/વલસાડ : વલસાડ જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તાર એવા કપરાડા ના જંગલ વિસ્તારમાં સામૂહિક રોજગારીનો અભાવ છે. ત્યારે એક આધુનિક ખેડૂતે ખેતી માં અવનવા પ્રયાશ થી મશરૂમ ની સફળ ખેતીની શરૂઆત કરી છે. માત્ર 14000 રૂપિયાના રોકાણથી શરુ કરેલ ઓઇસ્ટર મશરૂમ થકી અંતરિયાળ પહાડી વિસ્તાર એવા કપરાડામાં સામૂહિક રોજગારીની નવી રાહ ચીંધી છે. વર્ષમાં એક જ પાક લઇ ઉદ્યોગોમાં રોજગારી લેવા જતી આદિવાસી મહિલાઓને ઘર બેઠા નવી રોજગારી આપનાર કોણ છે આ ખેડૂત? જોઈએ આ વિશેષ અહેવાલ...

1/13
image

વલસાડ જિલ્લા ના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં માત્ર ચોમાસામાં એક જ પાક લેવાય છે. ત્યારે કૃષિ નિષ્ણાત એવા મોહન મહાલાએ કપરાડામાં ખેતીની દુનિયામાં ક્રાંતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. કપરાડા જેવા ગરમ વિસ્તારમાં હાલે ઓઇસ્ટર મશરૂમની સફળ ખેતી કરી છે. પૌષ્ટિક અને આરોગ્યવર્ધક મશરૂમની માંગ શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ વધી રહી છે. ત્યારે સંપૂર્ણ આદિવાસી કપરાડા તાલુકામાં પરંપરાગત ખેતીથી આગળ વધી ‘ઓઈસ્ટર મશરૂમ’ની સફળ ખેતી કરનાર દાબખલ ગામના ખેડૂત મોહનભાઈ લક્ષ્મણભાઈ માહલા ઓછું રોકાણ કરી મહત્તમ આવક મેળવી રહ્યા છે. મોહનભાઈ એ મશરૂમની એક યુનિટ ખેતીમાં માત્ર એક સમયે જ રૂ.૧૪ હજારના રોકાણ કરી ૬૦ થી ૭૦ હજાર સુધીનો નફો મેળવ્યો હતો. 7 વર્ષ પહેલા મશરૂમની ખેતીમાં પા પા પગલી ભરનાર મોહનભાઈ હવે મશરૂમની ખેતીમાં નિષ્ણાત બની ગયા છે. 

2/13
image

3/13
image

કપરાડાની આબોહવા ઓઈસ્ટર મશરૂમની ખેતી માટે સૌથી વધુ અનુકૂળ આવે છે. કારણ કે આ મશરૂમના ઉત્પાદનમાં જરૂરી તાપમાન માત્ર પાણીના સમયાંતરે છંટકાવથી જળવાઈ રહે છે. બટન મશરૂમના ઉત્પાદનમાં ફરજિયાત જરૂર પડતા એસીની જરૂર પડતી નથી. તેથી રોકાણ પણ ઓછું કરવું પડે છે. ડાંગરના પૂળા અને શણના કોથળામાંથી મર્યાદિત જગ્યામાં બનાવેલા નાના શેડમાં મશરૂમને જરૂરી તાપમાન જળવાઈ રહે છે. મોહનભાઈ મશરૂમ ઉગાડવા માટેના સિલિન્ડર પોતાના જ ડાંગરના પૂળામાંથી બનાવે છે. સિલિન્ડરમાં ડાંગરના નાના કાપેલા પૂળામાં જરૂરી ફુગનાશક ભેળવી ફોર્મ્યુલેશન માટે પાણીમાં ૧૮ કલાક પલાળી રાખી બાદમાં તેમાં જરૂરી માત્રામાં બિયારણ નાંખી અને ઉપરથી પાણી આપતા રહે છે.

4/13
image

સામાન્ય રીતે આ સિલિન્ડર સ્ટેંડિંગ પદ્ધતિથી રાખવામાં આવે છે, પરંતુ મોહનભાઈએ પોતાની આવડત મુજબ સ્ટેન્ડિંગની સાથે સાથે હેંગિંગ પદ્ધતિની શરૂઆત કરી છે. આ પદ્ધતિમાં માત્ર એક મોટા સિલિન્ડરની જગ્યાએ છ થી સાત નાના સિલિન્ડર બનાવીને દોરીથી લટકાવી દેવાય છે. જેથી લણણી અને પાણી છંટકાવ વધુ સરળ બની રહે છે. પાણી અને સમય બંનેની બચત થાય તે માટે ટપક સિંચાઈ પદ્ધતિથી સિલિન્ડર ઉપર પાણીનો છંટકાવ કરાય છે. 

5/13
image

મશરૂમનો પાક ૧૮ થી ૧૯ દિવસમાં પહેલી લણણી માટે તૈયાર થાય છે. એક સિલિન્ડરમાંથી સાત થી આઠ કિલોગ્રામ મશરૂમનું ઉત્પાદન થતા તેઓ હાટ બજર અને સ્થાનિક બજારમાં તો ક્યારેક તો સીધા ખેતરમાંથી પણ એક કિલોના રૂ.૨૫૦ થી ૩૦૦ના ભાવે વેચાણ કરે છે. આજે મોહનભાઈ મશરૂમની ખેતીમાં પોતાના અનુભવ મુજબ ખેતીની પદ્ધતિમાં સુધારા વધારા કરી વધુ ઉત્પાદન કરી આર્થિક મજબૂતાઈ મેળવી ગામની ૮૦ મહિલાઓ સાથે કામ કરી આ મહિલાઓને પણ મશરૂમ ની ખેતીમાં જોડી રહ્યા છે. જેથી આ તેઓ પણ પોતાના ઘરની જવાબદારીઓ ઉપાડી આર્થિક રીતે પગભર થઈ રહી છે. 

6/13
image

વનીતાબેન ગળવી નામના મહિલા આ વિસ્તારમાં રહે છે. બે વર્ષ પહેલા ખેતરમાં કાળી મજૂરી કરીને પણ પોતાના પરિવારનું સારી રીતે ભરણપોષણ ન કરતા વનીતાબેન હાલે ટાઢા છાંયે મશરૂમની ખેતી કરી રહ્યાં છે. વનિતાબેનની એક હેક્ટરની વાડીમાં કેરી અને કાજુની ખેતી થકી વર્ષમાં માત્ર 15 હજાર રૂપિયા મેળવી શકાતા હતા. પણ હાલે મશરૂમ ની આધુનિક ખેતી કરી વનિતા બેન અને તેનું પરિવાર વાર્ષિક 70 થી 80 હજાર ઘર બેઠા મેળવી રહયા છે.  

7/13
image

મશરૂમને આરોગ્ય માટે સુપરફૂડ માનવામાં આવે છે. મશરૂમ પૌષ્ટિક હોવાની સાથે સાથે આરોગ્યને માટે ખુબ જ લાભદાયી છે. તેના ફાયદાની વાત કરીએ તો શરીરમાં કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદરૂપ છે કેન્સર સામે લડવા માટે જરૂરી તત્વો ધરાવે છે રોગ પ્રતિકારક શક્તિ વધારવામા મદદરૂપ છે હાડકાં અને ઈમ્યુન સિસ્ટમના સ્વાસ્થ્યને જાળવી રાખે છે વિટામિન બી, ડી, લોહતત્વ અને કેલ્શિયમથી ભરપુર છે ઓછી કેલેરી, ફેટ અને કાર્બ્સ તો વધુ પ્રોટીન ધરાવે છે ત્વચાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે

8/13
image

કપરાડાની આબોહવા ઓઈસ્ટર મશરૂમની ખેતી માટે સૌથી વધુ અનુકૂળ આવે છે. મશરૂમનો પાક ૧૮ થી ૧૯ દિવસમાં પહેલી લણણી માટે તૈયાર થાય છે. એક સિલિન્ડરમાંથી સાત થી આઠ કિલોગ્રામ મશરૂમનું ઉત્પાદન થતા તેઓ હાટ બજર અને સ્થાનિક બજારમાં તો ક્યારેક તો સીધા ખેતરમાંથી પણ એક કિલોના રૂ.૨૫૦ થી ૩૦૦ના ભાવે વેચાણ કરે છે. દાબખલ ગામની મહિલાઓને ઘર બેઠા મશરૂમના ગ્રાહકો મળી રહે છે.

9/13
image

મોહનભાઈના એક માત્ર નવા વિચારે દાબખલ અને તેના આજુબાજુના ગામમાં નવા રોજગારની શરૂઆત કરાવી છે. ઓસ્ટાર મશરૂમની ખેતી શરૂ દ્વારા અહીંની મહિલાઓ માત્ર 14000 રૂપિયાના રોકાણથી 50 થી 60 હજાર રૂપિયાનું વળતર મેળવી રહી છે. આદિવાસી વિસ્તારના ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે સાથે બદલાતા જમાનામાં આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે. આદિવાસી ખેડૂતોની ટેકનોલોજીના સહારે જમાનાની માંગ પ્રમાણે આધુનિક ખેતીના કારણે એક સમયે ઉદ્યોગો અને ખેતરમાં કાળી મજૂરી કરતી મહિલાની રોજગારીની રઝળપાટ અટકી છે અને પોતાના ગામમાં જ રોજગારી મળતા ગ્રામીણ લોકોની શહેર તરફની દોટ જરૂરથી બંધ થઇ છે.

10/13
image

11/13
image

12/13
image

13/13
image