પ્રભુ દ્વારિકા છોડી ડાકોર પધાર્યા અને મધ્ય ગુજરાતની ધરાને પાવન કરી, ડાકોરમાં ઉજવાયો પાટોત્સવ

Dakor Temple નચિકેત મહેતા/ખેડા : યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજ ભગવાનનો 253મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિર જય રણછોડના નાદ સાથે ગુંજી ઉઠ્યો

1/8
image

આજે ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં 253 મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી મંગળા આરતી બાદ વિવિધ શણગારથી ભગવાન રણછોડને સજાવવામાં આવ્યા હતા. આજે પ્રભુને છપ્પન ભોગનો મહાભોગ ધરાવવામાં આવ્યો હતો. જેના દર્શનાર્થે હજારો ભક્તો ડાકોર મંદિરમાં ઉમટી પડ્યા હતા. 

આજના દિવસે થઈ હતી મંદિરની સ્થાપના

2/8
image

ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન રણછોડજી દ્વારકાથી ડાકોર સંવત ૧૨૧૨ માં આવ્યા હતા. જે બાદ ભગવાનને ગોમતી કિનારે ડંકનાથ મહાદેવ, લક્ષ્મીજી મંદિર અને ભક્ત બોડાણાના ઘરમાં રાખીને સેવા પૂજા કરવામાં આવતી હતી. ઘણા વર્ષો બાદ તે સમયના ગાયકવાડી શાસનના ખાસ એવા તાંબેકર પરિવાર અહીંથી દર્શન માટે દ્વારકા જતા હતા, ત્યારે ભગવાને સ્વપ્નમાં આવીને ડાકોરના ઠાકોર માટે અહી મંદિરનું નિર્માણ કરવા જણાવ્યું હતું. જેને લઇ સુબા તાંબેકરે હાલનું આ મંદિર બનાવ્યું હતું. આજે આ મંદિરની સ્થાપનાને 252 વર્ષ પૂરા થયા. મહાવદ પાંચમના દિવસે રણછોડરાયની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેથી ડાકોરના ઈતિહાસમાં આજનો દિવસ ખાસ ગણાય છે. જેથી આજના દિવસે ભગવાનનો પાટોત્સવ ઉજવવા માં આવે છે. આ કારણે અહી હજારો ભક્તો મંદિરમાં દર્શન માટે આવે છે. 

3/8
image

આજે ડાકોર રણછોડજીનો 253 મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સવારે મંગળા આરતી બાદ પ્રંચામૃત કેસર સ્નાન, પછી શણગાર આરતી અને તે બાદ પાચ મણનો છપ્પન ભોગનો મહાભોગ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો. આજના પ્રસંગે હજારો ભક્તો દર્શનાર્થે આવ્યા હતા અને ધજા આરોહણ કરાયુ હતું. 

4/8
image

ખેડા જિલ્લાનુ પવિત્ર યાત્રાધામ એવા ડાકોરમાં ભગવાનની ભક્તિને વશ થઇને બિરાજમાન થયેલા રણછોડરાયજી મંદિરના પાટોત્સવની આજે ગુરુવારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ સવારથી જ શ્રીજીના દર્શન કરવા ડાકોર નગરમાં ઉમટી પડ્યા હતા.

5/8
image

રાજાધીરાજ શ્રીરણછોડજીને સવારે મંગળા આરતી બાદ પંચામૃત- કેસર સ્નાન થઈ ઉત્સવના કેસરી અને લાલ સાજ વસ્ત્રો ધારણ કર્યા હતા. શ્રીજીના મસ્તક પર ઉત્સવની કૂલેહ જોડ અને આયુધો સમેત શૃંગાર કરાયો છે. બાદમાં શણગારમાં ઉત્સવનાં તિલક આરતી તેમજ હોળી રમાઈ હતી. ભગવાનને ફગુવાનાં ભોગ અર્પણ કરાવવામાં આવ્યો હતો. બાદમાં રાજભોગમાં વિશેષ ઉત્સવના મહાભોગ આરતી થઈ. પ્રભુ અનુસરમાં બિરાજ્યા અને સાંજે ઉત્થાપનથી શયન સુધી નિત્ય સેવા થશે. શયન સેવામાં પ્રભુને ઉત્સવના અર્પણ કરી તેમજ દીપમાલા સાથે ઉજવણી કરવામાં આવશે. 

6/8
image

આ સમયે જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યુ હતું અને શ્રીજી મહારાજ પોઢી જશે. પ્રભુ દ્વારિકા છોડી નિજ ભક્ત બોડાણા પર કૃપા કરી ડાકોર પધાર્યા અને મધ્ય ગુજરાતની ધરાને પાવન કરી હતી અને ત્યારથી લઇને અત્યાર સુધી ભક્તોના મનોરથ પુરા કરતાં રાજા રણછોડરાયજીના દર્શનાર્થે આજે આ દિવસના મહત્વને લઈ મોટી સંખ્યામાંદર્શનાર્થીઓ આવે છે.  

7/8
image

8/8
image