CM રૂપાણીએ તદ્દન નવા વિચાર સાથે પોતાના ઘરમાં ગણપતિ સ્થાપના કરી

સાર્વજનિક ગણેશ ઉત્સવને બદલે લોકો પોતાના ઘરમાં રહીને જ આ દુંદાળા દેવની આરાધના પૂજા કરે તેવી મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ સૌને અપીલ કરી

હિતલ પારેખ/ગાંધીનગર :ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2020) નો આ ઉત્સવ ગુજરાતમાં ઉમંગ ઉલ્લાસથી સૌ ઉજવી રહ્યાં છે. ખાસ કરીને વડોદરા, સુરત વલસાડ વગેરે શહેરોમાં ધામધૂમપૂર્વક વિઘ્નહર્તા ગણેશજીનો ઉત્સવ મોટા પાયે ઉજવાય છે. આ વર્ષે કોરોના સંક્રમણને કારણે સાર્વજનિક ગણેશ ઉત્સવને બદલે લોકો પોતાના ઘરમાં રહીને જ આ દુંદાળા દેવની આરાધના પૂજા કરે તેવી મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ સૌને અપીલ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પ્રસંગે પોતાના નિવાસસ્થાને પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપનનો નવતર અભિગમ અપનાવ્યો છે. 

1/2
image

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાના નિવાસસ્થાને અભિનવ વિચાર સાથે ગણેશ સ્થાપના કરી છે. ‘પ્લાન એ પ્લાન્ટ વિથ ગણેશ’ (plan a plant with ganesh) નો એક નવતર અભિગમ તેમણે પોતાના ઘરે ગણેશ સ્થાપના કરી છે. આ નવતર અભિનવ વિચારમાં મુખ્યમંત્રીએ પ્લાન્ટમાં પરમાત્માની ભાવના સાથે સૌને પર્યાવરણ જતન સંવર્ધન માટે મોટા પાયે વૃક્ષો વાવવા આગ્રહ ભરી અપીલ પણ કરી છે. 

2/2
image

ઉલ્લેખનીય છે કે, આજે ગણેશ ઉત્સવ પર લોકો કોરોનાના કારણે ઘરે જ ઉજવણી કરી રહ્યાં છે. પણ, બીજી તરફ મોટી સંખ્યામાં ભક્તો ગણેશ મંદિરોમાં પૂજા કરવા પહોંચ્યા છે. પાવન પર્વ પર ગણેશ મંદિરમાં દર્શન કરવાનું અનેરુ મહત્વ હોય છે.