Gratuity Rules: 4 વર્ષ અને 11 મહિનાની સર્વિસ એટલે કે 5 વર્ષ પૂરા થવામાં માત્ર 1 મહિનો બાકી, શું કંપની ગ્રેચ્યુઈટી આપશે?
ગ્રેચ્યુઈટી એ કંપની દ્વારા આપવામાં આવતો એક પુરસ્કાર છે, જે કર્મચારીને લાંબા સમય સુધી તેની શ્રેષ્ઠ સેવાઓના બદલામાં આપવામાં આવે છે. નિયમો અનુસાર, જ્યારે તમે કોઈ કંપનીમાં 5 વર્ષ સુધી સતત કામ કરો છો, તો તમે ગ્રેચ્યુટીના હકદાર બનો છો. પરંતુ જો કોઈ કર્મચારીએ કંપનીમાં 4 વર્ષ 11 મહિના કામ કર્યું હોય, એટલે કે 5 વર્ષ પૂરા થવા કરતાં માત્ર 1 મહિનો ઓછો હોય, તો શું કંપની તેને આ સ્થિતિમાં ગ્રેચ્યુઈટી આપશે? નિયમોને સમજો જે દરેક કર્મચારીને જાણવા જોઈએ.
5 વર્ષથી ઓછી નોકરી હોવા પર
નિયમ પ્રમાણે કોઈ કર્મચારી કંપનીમાં 4 વર્ષ 8 મહિના સુધી કામ કર્યું છે તો તેની નોકરી પૂરા પાંચ વર્ષ માની લેવામાં આવે છે અને તેને પાંચ વર્ષની ગણતરી પ્રમાણે ગ્રેચ્યુઈટી આપવામાં આવે છે. પરંતુ જો નોકરી તેનાથી ઓછા સમયની એટલે કે 4 વર્ષ 7 મહિના કે 4 વર્ષ સાડા સાત મહિનાની છે તો તેને 4 વર્ષ માનવામાં આવશે અને તેવામાં તેને ગ્રેચ્યુઈટી આપવામાં આવશે નહીં.
શું નોટિસ પીરિયડની થાય છે ગણતરી?
જી હાં, ગ્રેચ્યુઈટીનો સમયગાળો કાઉન્ટ કરવા સમયે કર્મચારીઓના નોટિસ પીરિયડની પણ ગણતરી કરવામાં આવે છે. માની લો કો તમે કોઈ કંપનીમાં 4 વર્ષ 6 મહિના નોકરી કર્યાં બાદ રાજીનામુ આપ્યું, પરંતુ રાજીનામા બાદ તમે બે મહિનાનો નોટિસ પીરિયડ ભર્યો. તેવામાં કંપનીમાં તમારી કુલ સવ્રિસ 4 વર્ષ 8 મહિનાની થઈ. તેને 5 વર્ષ માટે તે કર્મચારીને ગ્રેચ્યુઈટી આપવી જોઈએ.
આ મામલામાં નથી લાગૂ થતો 5 વર્ષનો નિયમ
નોકરી દરમિયાન જો કોઈ કર્મચારીનું મોત થઈ જાય તો 5 વર્ષની નોકરીની શરત લાગૂ થતી નથી. તેવામાં કર્મચારીના ગ્રેચ્યુઈટી ખાતામાં જમા બધી રકમ તેના નોમિનીને આપવામાં આવે છે
આ રીતે નક્કી થાય છે ગ્રેચ્યુઈટી
ગ્રેચ્યુઈટીની રકમ નક્કી કરવાની એક ફોર્મ્યુલા હોય છે. આ ફોર્મ્યુલા છે (છેલ્લો પગાર) x (કંપનીમાં કેટલા વર્ષ કામ કર્યું) x (15/26). અંતિમ પગારનો મતલબ તમારી છેલ્લા 10 મહિનાની સેલેરીની એવરેજથી છે. આ પગારમાં મૂળ વેતન, મોંઘવારી ભથ્થા અને કમીશનને સામેલ કરવામાં આવે છે. મહિનામાં રવિવારના 4 વીક ઓફ હોવાને કારણે 26 દિવસ ગણતરીમાં લેવાય છે અને 15 દિવસના આધાર પર ગ્રેચ્યુઈટીની ગણતરી થાય છે.
કંપનીના મામલામાં આ છે નિયમ
જો કોઈ ખાનગી કે સરકારી કંપનીમાં 10 કે તેથી વધુ લોકો કામ કરે છે, તો તે કંપનીએ તમામ કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો લાભ આપવો જોઈએ. કંપની ઉપરાંત દુકાનો, ખાણો અને કારખાનાઓ આ નિયમના દાયરામાં આવે છે.
Trending Photos