સંન્યાસ લેવા વિનોદે કચરાની જેમ જીવનમાંથી ફેંકી દીધી હતી પત્ની ગીતાંજલીને ! હતી ટોચની મોડેલ

1/11
image

એક્ટર અક્ષય ખન્ના અને સેલિબ્રિટી રાહુલ ખન્નાના માતા અને વિનોદ ખન્નાના પહેલી પત્ની ગીતાંજલિનું શનિવારે 70 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. અલિબાગ ખાતે આવેલા તેમના ઘરમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. મૃત્યુ પહેલાં તેઓ બેચેનીની ફરિયાદ કરી રહ્યા હતા પણ મૃત્યુના કારણની ચોક્કસ માહિતી મળી શકી નથી. ગીતાંજલીને પહેલાંથી જ હૃદયને લગતી સમસ્યા હતી.

2/11
image

મીડિયા રિપોર્ટ્સ અનુસાર માંડવા સ્થિત ફાર્મહાઉસમાં ગીતાંજલિ અને તેના દીકરા અક્ષય અને રાહુલ આવતાં જતાં રહેતાં હતાં. ગીતાંજલિ અને અક્ષય શનિવારની સવારે 11 કલાકે અહીં આવ્યાં હતાં. બપોરે ગીતાંજલિએ બેચેનીની ફરિયાદ કરી જેના પગલે તેમને લોકલ ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા. દવાઓ લીધા પછી ગીતાંજલિ સૂઈ ગઈ. રાતમાં 9થી 10 વચ્ચે જ્યારે અક્ષયે તપાસ કરી તો તેની માનું બોડી ટેમ્પ્રેચર લો થઈ રહ્યું હતું. જે પછી અક્ષયે રાહુલને બોલાવ્યો અને બન્ને તેમને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યાં હતાં. ગીતાંજલિના અંતિમ સંસ્કાર રવિવારે સવારે થયાં. નોંધનીય છે કે ગત વર્ષે જ વિનોદ ખન્નાનું કેન્સરના કારણે નિધન થયું હતું.

3/11
image

વિનાદ ખન્નાની કરિયરની જેમ જ તેનું અંગત જીવન રોલર કોસ્ટર જેવું ચડાવઉતારથી ભરપૂર હતું. તેનો જન્મ 1946ની 6 ઓક્ટોબરે પાકિસ્તાનમાં આવેલા પેશાવરમાં થયો હતો. તેના પિતા બિઝનેસમેન તેમજ માતા હાઉસવાઇઉફ હતા. ત્રણ બહેનો અને એક ભાઈ ધરાવતા વિનોદ ખન્નાનો પરિવાર એક સંયુક્ત પરિવાર હતો. વિનોદના જન્મ પછી તેનો પરિવાર ભાગલા તથા ભારત શિફ્ટ થઈ ગયો હતો.

4/11
image

વિનોદ ખન્ના હિરો બન્યા એ પછી તેનું નામ પરવીન બાબી, ઝીનત અમાન તેમજ અમૃતા સિંહ જેવી હિરોઇનો સાથે જોડાયું હતું પણ તેના જીવનની સૌથી પહેલી મહિલા હતી ગીતાંજલી. 

5/11
image

વિનોદ ખન્નાએ બે લગ્ન કર્યા છે. તેણે પહેલાં લગ્ન તેની કોલેજ ફ્રેન્ડ ગીતાંજલી સાથે અને બીજા લગ્ન કવિતા દફ્તરી સાથે કર્યા હતા. 

6/11
image

વિનોદ ખન્ના અને ગીતાંજલીના લગ્ન પછી એક જ વર્ષમાં દીકરા રાહુલનો અને પછી દીકરા અક્ષયનો જન્મ થયો હતો. 

7/11
image

એ સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શશિ કપૂર પછી વિનોદ ખન્નાની ગણતરી ફેમિલી મેન તરીકે થતી હતી અને તેણે વર્ષો સુધી રવિવારે શૂટિંગ ન કરવાનો નિર્ણય પાળ્યો હતો. 

8/11
image

જોકે પછી વિનોદ ખન્નાએ રજનીશના પ્રભાવમાં આવીને બોલિવૂડને કાયમ માટે અલવિદા કરી દીધી હતી જેના પગલે તેના અને ગીતાંજલિના સંબંધો વણસી ગયા હતા અને તેમણે ડિવોર્સ લઈ લીધા હતા.

9/11
image

ગીતાંજલી સાથેના લગ્ન બાદ તે બે દીકરાઓ રાહુલ અને અક્ષયનો પિતા બન્યો હતો જ્યારે બીજા લગ્ન પછી તેને સંતાનમાં દીકરો સાક્ષી અને દીકરી શ્રદ્ધા થયા હતા. 

10/11
image

વિનોદ ખન્નાની પહેલી પત્ની ગીતાંજલી સાથે બહુ ઓછા લોકો જાણે છે. વિનોદ ખન્નાના રજનીશ તરફના ઝુકાવને કારણે ગીતાંજલી અને વિનોદના લગ્ન ડિવોર્સમાં પરિણમ્યા હતા. આ લગ્નની વિગતો વિનોદ ખન્નાએ એક ઇન્ટરવ્યૂમાં શેર કરી છે.

11/11
image

વિનોદ ખન્નાએ આ ઇન્ટવ્યૂમાં કહ્યું છે કે ‘મારી અને ગીતાંજલીની મુલાકાત કોલેજમાં થઈ હતી. મારા પિતાએ મારું એડમિશન કોમર્સ કોલેજમાં કરાવ્યું જેથી હું મારો ફેમિલી બિઝનેસ સંભાળી શકું. મારી કોલેજ લાઇફ બહુ રંગીન હતી. મેં થિયેટરમાં બહુ મજા કરી હતી અને મારી ઘણી ગર્લફ્રેન્ડ હતી. અહીં મારી મુલાકાત ગીતાંજલી સાથે થઈ હતી. તે ટોચની મોડેલ હતી. અમે ડેટિંગ ચાલુ કર્યું. મારા પિતા મારા બોલિવૂડમાં કામ કરવાના વિરોધમાં હતા પણ મારી માતાની સમજાવટ પછી મને બે વર્ષ સુધી બોલિવૂડમાં કામ કરવાની પરવાનગી મળી. સુનીલ દત્તે પછી મને ‘મન કા મિત’ ઓફર કરી હતી. આ ફિલ્મ રિલીઝ થઈ પછી મારા કામના બહુ વખાણ થયા હતા અને એક જ અઠવાડિયામાં 15 ફિલ્મો સાઇન કરી લીધી હતી. સફળતાની સાથે જ મેં અને ગીતાંજલીએ લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો.’