Navsari Accident : વિચલિત થઈ જવાય તેવા દ્રશ્યો, ફોરચ્યુનર કાર અને બસના અકસ્માતથી નવસારી હાઈવે રક્તરંજિત બન્યો

Gujarat Navsari Road Accident  ધવલ પારેખ/નવસારી : નવસારીના વેસ્મા ગામ નજીક નેશનલ નંબર-48 પર ગોઝારા અકસ્માતની ઘટના બની છે. જેમાં પૂરપાટ ઝડપે જતી ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર લક્ઝરી બસ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 9 માંથી 8 યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા. જ્યારે બસ ડ્રાઈવરનું અકસ્માત દરમિયાન હાર્ટ અટેક આવતાં મોત થયું. આ ગમખ્વાર અકસ્માતમાં બસમાં સવાર 30 લોકોને નાની-મોટી ઈજા થતાં તમામને નવસારીની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે 11 ગંભીર રીતે ઈજાગ્રસ્તને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તો સામાન્ય ઈજા પામનારને વલસાડ ખસેડાયા છે.

1/15
image

અકસ્માતના પગલે જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા અધિક કલેક્ટર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો... તપાસ કરતાં સામે આવ્યું કે બસમાં સવાર તમામ લોકો વલસાડના કોલક ગામના વતની છે... તમામ લોકો અમદાવાદના પ્રમુખ સ્વામી નગરમાં દર્શનાર્થે ગયા હતા... જ્યારે ફોર્ચ્યુનર કારમાં સવાર મૃતક યુવાનો ભરૂચના હોવાનું સામે આવ્યું છે... કારમાં સવાર એક ઈજાગ્રસ્તને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે... કારમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે...  

2/15
image

3/15
image

4/15
image

5/15
image

6/15
image

7/15
image

8/15
image

9/15
image

10/15
image

11/15
image

12/15
image

13/15
image

14/15
image

15/15
image