Gujarat Weather: ક્યારેય નહીં સાંભળી હોય આવી વિચિત્ર આગાહી! હોળી પહેલા અંબાલાલ પટેલનો સૌથી ખરાબ વરતારો
Gujarat Weather Forecast: રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વધુ એક આગાહી સામે આવી છે. ઠંડીને લઈને જણાવ્યું કે, રાજ્યમાં હજુ ઠંડીનુ જોર યથાવત રહેશે તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વધુમાં કહ્યું કે, હાલ રાજ્યમાં વરસાદની કોઈ શકયતા નથી. ગુજરાતમાં આગામી પાંચ દિવસ મોટાભાગે હવામાન સૂકું રહેશે. આ સિવાય વરસાદની પણ કોઈ સંભાવનાઓ નથી. જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતો માટે સારી વાત છે કે માવઠાની સંભાવનાઓ નથી કારણ કે માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે.
આગામી દિવસોમાં વધુ પવન ફૂંકાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં હાલ વરસાદની કોઇ સંભાવના નથી. આ સાથે જણાવ્યુ કે, હાલ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં જેવું હવામાન આજે છે તેવું જ આગામી પાંચ દિવસ સુધી રહેવાની શક્યતા છે. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે.
ગુજરાતમાં ગગડી રહેલાં ઠંડીના પારાની વાત કરીએ તો હજુ પણ રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લાં ત્રણ દિવસથી યથાવત છે. 9.8 ડિગ્રી સાથે રાજ્યનું પાટનગર એટલેકે, ગાંધીનગર સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે. જ્યારે કચ્છના નલિયાનું તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું, ડીસામાં 11.2, અમરેલીમાં 11.6 ડિગ્રી, વડોદરામાં 12.4, સુરેન્દ્રનગરનું તાપમાન 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઉનાળા માટે અંબાલાલ પટેલની આગાહી
ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે
હવામાન વિભાગના એક્સપર્ટસે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ, કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યાં છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે. તેમજ દરિયા કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશઆના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડું છે. જોકે, આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.
રાજ્યમાં ઠંડીનો ચમકારો
હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આજે નલિયા કરતા પણ વધુ ઠંડી ગાંધીનગરમાં નોંધાઈ છે. ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન, જ્યારે કે નલિયામાં 12.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ડીસામાં 11.5 ડિગ્રી અને વડોદરામાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં 14.8 ડિગ્રી અને સુરતમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તર પશ્ચિમથી ઉત્તરીય દિશા તરફ છે.
જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદ આવશે
જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 17-19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.
Trending Photos