ગુજરાતમાં ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી! આ તારીખથી આ વિસ્તારોમાં શરૂ થશે ભારેથી અતિભારે વરસાદ

Ambalal Patel: અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી બે દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ સર્જાશે. જેમાં ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વિનાશ વેરી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, 20 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. થોડા દિવસના વિરામ બાદ હવે ફરી એક વાર ગુજરાતમાં વરસાદી રાઉન્ડ શરૂ થશે. આવી આગાહી જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, આજથી મઘા નક્ષત્ર બેસી ગયું છે તેથી હવે ફરી વરસાદી માહોલ શરૂ થશે. 

1/5
image

આજથી 20 ઓગસ્ટ સુધીમાં ગુજરાતનાં જુદા જુદા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જેમાં કેટલાં વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુંકે, બંગાળાની ખાડીથી સિસ્ટમ સક્રિય થતા પૂર્વીય મધ્યપ્રદેશ તફર આવતા વરસાદી માહોલ ઉભો થયો છે.

અંબાલાલ પટેલે શું આગાહી કરી?

2/5
image

અંબાલાલ પટેલે કહ્યું છેકે, આગામી બે દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ સર્જાશે. જેમાં ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વિનાશ વેરી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, 20 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના છે. 

3/5
image

અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા ધમાકેદાર ઈનિંગ રમી શકે છે. પંચમહાલ, દાહોદ અને ડાંગમાં પણ વરસાદી માહોલ રહેશે.

હવામાન વિભાગે શું આગાહી કરી?

4/5
image

અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેમકે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, દાહોદ, મહિસાગરના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. 

5/5
image

એક દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદ ન બરાબર થવાની શક્યકતા છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છમાં ડ્રાય જોવા મળશે. આ સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમરેલી જૂનાગઢ, અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.