Dogs On Car Roof: આ ટીપ્સ ફોલો કરશો તો તમારી કારની ઉપર તો નહીં જ ચઢે પણ આસપાસ પણ નહીં ફરકે કૂતરા

Dogs On Car Roof: ભારતના લગભગ દરેક શહેરમાં તમે શેરી અથવા કોલોનીમાં પાર્ક કરેલી કારની છત પર કૂતરાને જોઈ શકો છો. લાખોની કારની છત પર પણ કૂતરા આરામ ફરમાવતા જોવા મળે છે. કૂતરા કારને ખરાબ પણ કરે છે. કૂતરાના પંજાના કારણે કાર પર સ્ક્રેચ આવે છે અને કાર પર ડેન્ટ પણ થઈ જાય છે. આ સ્થિતિમાં જો તમે આ 4 ટીપ્સ અજમાવો છો તો તમારી કાર પર કૂતરા ક્યારેય નહીં બેસે.

સ્લીપરી કવરથી કાર ઢાંકો

1/4
image

જો તમે કારને ખુલ્લામાં પાર્ક કરો છો તો તેને કવર કરવી જરૂરી છે. કારનું કવર એવું પસંદ કરો જે સ્લીપરી હોય. તેનાથી તમને કોઈ ફરક પડશે નહીં પણ કૂતરાઓ માટે કારની છત પર ચઢવું મુશ્કેલ થઈ જશે.  

કાર પ્રોટેક્શન કવર

2/4
image

બજારમાં કાર પ્રોટેક્શન કવર સરળતાથી મળી રહે છે. જેને તમે બેલ્ટની મદદથી કારની છત અથવા બોનેટ પર બાંધી શકો છો. તેની ઉપર તીક્ષ્ણ હુક જોડાયેલા હોય છે જેના કારણે કૂતરા કાર પર ચઢતા નથી. આ કવર ઓનલાઈન 2000 થી 3000 રૂપિયામાં મળે છે.

પ્લાસ્ટિક સ્પાઇક્સ

3/4
image

જો તમે કૂતરાઓને કાર પર ચઢતા અટકાવવા માંગો છો તો તમે તેના માટે પ્લાસ્ટિક સ્પાઇક્સ ખરીદી શકો છો. તેને સરળતાથી કારના કવર પર લગાડી શકાય છે.  

કાર સ્પ્રે 

4/4
image

જો તમે કારની છત અથવા તેના ટાયર પર કાર સ્પ્રેનો ઉપયોગ કરો છો તો કૂતરા કારની આસપાસ ફરકશે પણ નહીં. નોન-આલ્કોહોલ સ્પ્રે બજારમાં સરળતાથી મળી રહે છે.