Lifestyle: પાર્ટનરનું ઓફિસમાં ચાલી રહ્યું છે ચક્કર? જાણવા માટે અપનાવો આ ટ્રિક
Relationship Tips: એક સર્વે અનુસાર, ઓફિસમાં કામ કરનાર 65 ટકા લોકોને પોતાના જીવનસાથી ઉપરાંત એક અન્ય સાથે પણ ક્યારેક ક્યારેક અફેર જરૂર હોય છે. રિલેશનશિપ એક્સપર્ટ નીલ વિલ્કીનું કહેવું છે કે આવું તમારી સાથે પણ થયું હશે અથવા પછી તમારી આસપાસ ઓફિસમાં આવું જોતા હશે. નીલના અનુસાર પોતાના પાર્ટનરની ઓફિસમાં કામ કરવાની રીતથી તમે જાણી શકો છો કે તેનું કોઇની સાથે અફેર છે કે નથી.
ઓફિસમાં મોડા સમય સુધી રોકાવવું
ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર રિલેશનશિપ એક્સપર્ટ નીલ વિલ્કીનું માનવું છે કે જો તમારો પાર્ટનર ઓફિસ ટાઇમથી વધુ ત્યાં રોકાઇ છે અને વીકેંડૅ પર ઓફિસમાં કામ કરવા જાય છે તો તેની મોટી સંભાવના છે કે તમારા જીવનસાથી કોઇ બીજા સાથે પ્રેમ કરે છે. તે તમને દગો આપી રહ્યો છે. (પ્રતિકાત્મક ફોટો/સાભાર- Pexels)
તમારી સાથે ક્વોલિટી ટાઇમ પસાર નહી કરે પાર્ટનર
ઓફિસમાં અફેર હોવાથી તમારો પાર્ટનર તમારી સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવાના બદલે સામાજિક કાર્યોમાં વધુ રૂચિ લાગશે. તે તમને ઘરે છોડીને ઘરથી બહાર રહેવાનું વધુ પસંદ કરશે. તે દરરોજ સામાજિક કાર્યમાં ભાગ લેવા જરૂર જશે પરંતુ તમને મહત્વ નહી આપે અને તમને ત્યાં ક્યારેક બોલાવશે તો ક્યારેક નહી બોલાવે. (પ્રતિકાત્મક ફોટો/સાભાર- Pexels)
પાર્ટનર તમને તેના ફોનથી દૂર રાખશે
જો તમારો પાર્ટનર પોતાનો તમારાથી છુપાવીને રાખે છે અને તમને ફોન ચલાવવા આપતો નથી તો જરૂર તે તમારાથી કંઇક છુપાવવા માંગે છે. બની શકે કે ઓફિસમાં તેનું અફેર હોય. (પ્રતિકાત્મક ફોટો/સાભાર- Pexels)
વીકેંડ પર ઓફિસના સાથીઓ સાથે ટ્રિપ પર જવું
જો તમારો પાર્ટનર તમને ઘરે મુકીને મોટાભાગે વીકેંડ પર પોતાના ઓફિસના સાથીઓ સાથે ટ્રિપ અથવા પિકનિક પર જાય છે તો તેની ખૂબ સંભાવના છે કે તેનું ઓફિસમાં કોઇ બીજા સાથે અફેર છે. (પ્રતિકાત્મક ફોટો/સાભાર- Pexels)
ઓફિસના કામમાં અચાનક રૂચિ બતાવવી
દરેક પોતાના જીવનસાથીની મોટાભાગની આદતોથી વાકેફ હોય છે. જો તમારો પાર્ટનર અચાનક ઓફિસમાં કામમાં વધુ રૂચિ બતાવવા લાગે છે તો સમજો કંઇક તો ગરબડ છે, કારણ કે તે બસ તમને બતાવવા માંગે છે કે ઓફિસમાં વધુ કામ છે. (પ્રતિકાત્મક ફોટો/સાભાર- Pexels)
Trending Photos