હું રવિવારે કામ નથી કરતો... આવું કહીને આ એક્ટરે મોટી ફિલ્મને મારી હતી લાત!

Feroz Khan Birth Anniversary : બોલિવુડની દુનિયામાં એવી ઘણી હસ્તીઓ છે અને આ પહેલા પણ થઇ ગઇ કે જેઓ પોતાના નિયમોમાં રહીને કામ કરતી હતી. એટલું જ નહીં પણ પોતાના કામ માટે શર્તો પણ રાખતા હતા. એમાંથી જ એક નામ છે ફિરોઝ ખાન. તે પોતાના નિયમોને લઇને મક્કમ હતા.

1/4
image

બોલિવુડના પઠાણ કહેવાતા ફિરોઝ ખાનનું નામ આજે પણ રિસ્પેક્ટ સાથે લેવાય છે... આજની તારીખે ભલે તેઓ દુનિયામાં નથી પણ મોટી સંખ્યામાં તેના ફેન્સ છે... તે હંમેશા તેઓનું કામ પોતાની સવલતો અનુસાર કરતા હતા...   

2/4
image

આજે ફિરોઝ ખાનનો એક કિસ્સો તમારી સાથે શેર કરીશુ... 10 સપ્ટેમ્બર 1976ની આ વાત છે... પ્રકાશ મહેરા ફિલ્મ હેરા ફેરી લઇને આવ્યા હતા... આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પહેલા ફિરોઝ ખાનને લેવામાં આવ્યા હતા.

3/4
image

તમને જાણીને નવાઇ લાગશે કે, ફિરોઝ ખાને આ ફિલ્મ ફક્ત એટલા માટે ઇગ્નોર કરી કારણ કે, તેના શૂટિંગ શિડ્યુઅલમાં રવિવારનો દિવસ સામેલ હતો... ફિરોઝ ખાન રવિવારના દિવસે કામ નહોતા કરતા... તે વિકઓફનો દિવસ ફક્ત તેના પર્સનલ ટાઇમ માટે રાખતા હતા... અને આ સમય તેઓ પરિવાર સાથે વિતાવતા હતા.

4/4
image

ત્યારબાદ હેરા ફેરી ફિલ્મમાં ફિરોઝ ખાનનો અભિનય અમિતાભ બચ્ચને નિભાવ્યો હતો... અને અમિતાભ બચ્ચને જે કિરદાર નિભાવ્યો હતો એ કિરદાર વિનોદ ખન્નાને આપવામાં આવ્યો હતો...