1 જાન્યુઆરીથી માત્ર Toll Plaza જ નહીં, આ કામો માટે પણ જરૂરી છે FASTag
FASTag માત્ર ટોલ પ્લાઝા (Toll Plaza) પાર કરવા માટે જરૂરી નથી, પરંતુ અન્ય ઘણા એવા કામ પણ છે જે FASTag વગર શક્ય નથી.
નવી દિલ્હી: 1 જાન્યુઆરી 2021થી તમામ 4 વ્હીલર્સમાં FASTag જરૂરી હશે. કેમ કે, 1 જાન્યુઆરીથી નેશનલ હાઈવેના તમામ ટોલ પ્લાઝાથી કેશ લેવાનું બંધ કરી દેવામાં આવશે અને માત્ર FASTag લેવાથી જ ટોલ વસૂલ કરવામાં આવશે. FASTag તે તમામ ગાડીઓ માટે જરૂરી છે જેમને 1 ડિસેમ્બર 2017થી પહેલા ખરીદવામાં આવી છે.
FASTag નહીં, તો આ કામ પણ નહીં થાય
1. ટ્રાન્સપોર્ટ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ ફક્ત ત્યારે જ નવીકરણ કરવામાં આવશે જ્યારે તેઓ પાસે ફાસ્ટેગ હશે. 2. નેશનલ પરમિટ વ્હીકલ્સ માટે FASTagને 1 ઓક્ટોબર 2019થી ફરજીયાત કરવામાં આવ્યો છે. 3. 1 એપ્રિલ 2021થી થર્ડ પાર્ટી વીમા માટે પણ FASTag ફરજિયાત કરવામાં આવ્યો છે 4. તમે FASTag વિના વાહન માટે થર્ડ પાર્ટી વીમો મેળવી શકશો નહીં.
અત્યાર સુધીમાં 2.2 કરોડ FASTag ઈશ્યુ
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ 25 ડિસેમ્બરના જાણકારી આપી કે એક દિવસ પહેલા FASTag દ્વારા ટોલ કલેક્શન રેકોર્ડે સ્તર પર પહોંચી ગયું છે. 24 ડિસેમ્બરના ફાસ્ટેગ દ્વારા 80 કરોડથી વધારે ટોલ કલેક્શન થયું. હવે દરરોજ 50 લાખથી વધારે ટ્રાન્જેક્શન પણ થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં 2.20 કરોડ FASTag ઈશ્યુ કરવામાં આવ્યા.
અહીંથી લઈ શકાય છે FASTag
1. ટોલ પ્લાઝા 2. નેશનલ હાઇવે પર હાજર પેટ્રોલ પમ્પ 3. આરટીઓ 4 NHAI ઓફિસ 5. એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ 6. બેંક્સ જેવી કે, ICICI Bank, HDFC Bank Axis Bank 7. My fastag app
FASTag માટે આ દસ્તાવેજોની જરૂરી
1. ગાડીની આરસી (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) 2. કેવાયસી ડોક્યૂમેન્ટ 3. ડ્રાઇવિંગ લાઇસન્સ 4. વોટર આઇડી કાર્ડ 5. પાન કાર્ડ 6. આધાર કાર્ડ 7. પાસપોર્ટ
Trending Photos