US ના સૌથી પોશ વિસ્તારમાં રહે છે અફઘાનિસ્તાનના ફરાર રાષ્ટ્રપતિ અશરફ ગનીના પુત્ર, મહેલ જેવા ઘરના જુઓ PICS

તેમના ઘરની કિંમત કરોડોમાં છે અને તેમની લાઈફસ્ટાઈલ એવી છે જે અનેક લોકો માટે સપના સમાન છે. 
 

ભલે તાલિબાનના કબજામાં આવેલા અફઘાનિસ્તાનના લોકો દરેક પળે જિંદગી અને મોત સામે ઝઝૂમી રહ્યા હોય પરંતુ દેશ છોડીને ભાગેલા રાષ્ટ્રપતિ અશરફ ગનીના બાળકો હાલ આ બધા સંકટોથી દૂર આલીશાન જીવન જીવી રહ્યા છે. અશરફ ગનીના 39 વર્ષના પુત્ર તારેક અમેરિકાના સૌથી પોશ વિસ્તારમાં રહે છે. આ જગ્યા વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ બિલ્ડિંગથી માત્ર એક માઈલના અંતરે છે. સ્પષ્ટ છે કે તેમના ઘરની કિંમત કરોડોમાં છે અને તેમની લાઈફસ્ટાઈલ એવી છે જે અનેક લોકો માટે સપના સમાન છે. 
 

7 કરોડનું છે ઘર

1/6
image

વ્યવસાયે અર્થશાસ્ત્રના પ્રોફેસર તારેક ગની જે ઘરમાં રહે છે તેની કિંમત કરોડોમાં છે. ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ 2018માં તેમણે આ ઘર 7 કરોડ રૂપિયા કરતા વધુ કિંમતે ખરીદ્યુ હતું. જેની કિંમત હવે વધી ગઈ છે. તારેક અને તેમની પત્ની એલિઝાબેથ પિયર્સન એક પાવર કપલ છે.

અમેરિકામાં જન્મ્યા છે તારેક

2/6
image

અશરફ ગનીના પરિવારે અફઘાનિસ્તાનથી દૂર રહીને હંમેશા આલીશાન જિંદગી જીવી છે. તેમના પુત્ર તારેક અને પુત્રી મરિયમ અમેરિકામાં જન્મ્યા અને લેબનની માતા રૂલા સાથે હંમેશા વિદેશમાં જ રહ્યા. તારેક અને મરિયમે યુવાવસ્થા અગાઉ ક્યારેય અફઘાનિસ્તાનનો પ્રવાસ કર્યો નહતો. તારેકે ઈન્ટરનેશનલ સિક્યુરિટીમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું અને ત્યારબાદ કેલિફોર્નિયા યુનિવર્સિટી બર્કલેથી માસ્ટર્સ અને પીએચડી  કર્યું. 

3 બેડરૂમવાળું છે ઘર

3/6
image

તારેકનું આ ઘર 3 બેડરૂમ અને 3 બાથરૂમવાળુ છે. ઘરનું બધુ ફર્નિચર અને ડેકોરેશન ખુબ કિંમતી છે. 

પિતા સાથે કરી ચૂક્યા છે કામ

4/6
image

સ્ટેનફોર્ડથી ગ્રેજ્યુએશન કર્યા બાદ તારેકે અફઘાનિસ્તાનમાં રહીને પિતા અશરફ ગની સાથે થોડા દિવસ કામ કર્યું હતું. તેઓ એક વર્ષ જેટલું અફઘાનિસ્તાનમાં રહ્યા હતા. 

અબજો રૂપિયા લઈને ભાગ્યા છે ગની

5/6
image

કથિત રીતે અશરફ ગની પોતાની સાથે 169 મિલિયન ડોલર (12 અબજ રૂપિયા કરતા વધુ) કેશ અને 4 કાર લઈને કાબુલથી ભાગ્યા છે. તેઓ યુએઈમાં રહે છે. આ બાજુ તેમનો પુત્ર હાલમાં જ લોગાન સર્કલ એરિયામાં આરામથી બેઠેલો જોવા મળ્યો હતો. તે ખુબ જ મોંઘા કપડાં અને વોચ પહેરેલો જોવા મળ્યો. ડેઈલી મેઈલે જ્યારે તેમની પાસે અફઘાનિસ્તાન વિશે પ્રતિક્રિયા માંગી તો તેમણે ના પાડી દીધી. 

તારેક અને મરિયમ પણ રહ્યા નિર્વાસિત

6/6
image

તારેક અને તેમની બહેન મહિયમ અનેક વર્ષો સુધી અફઘાનિસ્તાનથી નિર્વાસિત રહ્યા. તાલિબાનનું શાસન ખતમ થયા બાદ 2002માં તેમના પિતા અશરફ ગની નાણામંત્રી બન્યા અને ત્યારબાદ 2014, 2019માં રાષ્ટ્રપતિ બન્યા હતા.