EPFOના કરોડો ગ્રાહકોને મળશે New Year Gift, આ મહિનાથી 8.5 ટકાની દરથી આવશે વ્યાજ
નોકરી કરનારાઓ માટે સારા સમાચાર છે કે નવા વર્ષમાં તેમના પ્રોવિડેંટ ફંડ (Provident fund) ખાતાનું બેલેન્સ વધી જશે. કારણ કે પીએફ ખાતામાં વ્યાજના પૈસા ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ટ્રાંસફર કરી દેવામાં આવશે.
નવી દિલ્હી: રિટાયરમેંટ ફંડ બોડી EPFO આ મહિને પોતાના કરોડો શેરહોલ્ડર્સ ને નવા વર્ષની ભેટ આપવામાં આવી રહી છે. મહિનાના અંત સુધીમાં શેરહોલ્ડર્સના ખાતામાં 8.5 ટકા વ્યાજ ટ્રાંસફર કરવામાં આવશે. ખાસ વાત એ છે કે વ્યાજના પુરા પૈસા (PF Interest Amount) એકસાથે નાખવામાં આવશે.
એક હપ્તામાં ટ્રાંસફર થશે રકમ
પહેલાં વ્યાજની રકમને બે હપ્તામાં આપવાની વાત કહેવામાં આવી રહી હતી. પરંતુ હવે એક જ હપ્તામાં ખાતામાં ટ્રાંસફર કરવામાં આવશે. આ પહેલાં સપ્ટેમ્બરમાં શ્રમ મંત્રી સંતોષ ગંગવાર (Santosh Gangwar)ના નેતૃત્વમાં થયેલી ટ્રસ્ટીઓની બેઠકમાં ઇપીફઓએ વ્યાજને 8.15 ટકા અને 0.35ના બે હપ્તા નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
માર્ચમાં લેવામાં આવ્યો હતો નિર્ણય
સીબીટીની માર્ચમાં થયેલી બેઠકમાં 8.5 ટકાના વ્યાજ આપવાની વાતને પુરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
મોકલવમાં આવ્યો હતો પ્રસ્તાવ
લેબર મિનિસ્ટ્રીએ ફાઇનાન્સ મિનિસ્ટ્રીને આ મહિનાની શરૂઆતમાં 2019-20 માટે ઇપીએફ પર વ્યાજદર 8.5 ટકા (એકવારમાં પુરૂ વ્યાજ)ની ચૂકવણી કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રી (Finance Ministry) થોડા દિવસોમાં પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે.
મુશ્કેલ સમયમાં આપે છે સાથ
પીએફના વ્યાજના પૈસા ખાતાધારકોને મુશ્કેલ સમયમાં સાથ આપે છે. તેના દ્વારા ખાનગી કંપનીઓમાં કામ કરનાર અને નિવૃતિના સમયે નોકરી ગુમાવતાં ખાતાધરકોને એક હપ્તામાં મોટી રકમ મળી જાય છે.
Trending Photos