હવે ટેક્નોલોજી લેશે ડ્રાઈવરની જગ્યા...દેશની પહેલી Driverless Metro ના જુઓ Exclusive Photos

દેશની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લીલી ઝંડી દેખાડીને રવાના કરી. દેશની પહેલી ડ્રાઈવર લેસ દિલ્હી મેટ્રો મજેન્ટા લાઈન અને પિંક લાઈન પર દોડવાની છે. પહેલા તબક્કામાં ડ્રાઈવરલેસ ટ્રેન મજેન્ટા લાઈન પર જનકપુરી પશ્ચિમથી નોઈડાના બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન વચ્ચે દોડશે. 

નવી દિલ્હી: દેશની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લીલી ઝંડી દેખાડીને રવાના કરી. દેશની પહેલી ડ્રાઈવર લેસ દિલ્હી મેટ્રો મજેન્ટા લાઈન અને પિંક લાઈન પર દોડવાની છે. પહેલા તબક્કામાં ડ્રાઈવરલેસ ટ્રેન મજેન્ટા લાઈન પર જનકપુરી પશ્ચિમથી નોઈડાના બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન વચ્ચે દોડશે. 
 

1/12
image

ત્યારબાદ વર્ષ 2021માં પિંક લાઈનમાં 57 કિલોમીટર સુધી ડ્રાઈવરલેસ મેટ્રો દોડાવવાની યોજના છે. જે મજલિસ પાર્કથી શિવ વિહાર સુધીનું અંતર કાપશે. 

2/12
image

આ જ પ્રકારે કુલ 94 કિલોમીટર સુધી ડ્રાઈવરલેસ ટ્રેનો દોડાવવાની યોજના છે. સામાન્ય ટ્રેનોની જેમ આ ડ્રાઈવરલેસ ટ્રેનમાં પણ 6 કોચ હશે. 

3/12
image

દિલ્હી મેટ્રોએ ડ્રાઈવરલેસ ટ્રેનને એક મોટી ટેક્નિકલ ઉપલબ્ધિ ગણાવી છે. ડીએમઆરસી છેલ્લા લગભગ 3 વર્ષથી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની ટ્રાયલ કરી રહ્યું હતું. 

4/12
image

 દિલ્હી મેટ્રોએ પહેલીવાર સપ્ટેમ્બર 2017માં તેની ટ્રાયલ શરૂ કરી હતી. 

5/12
image

 ડ્રાઈવરલેસ ટ્રેનમાં 6 કોચ હશે, આ ટ્રેનમાં 2280 મુસાફરો પ્રવાસ કરી શકે છે. જેમાં દરેક કોચમાં 380 મુસાફરો સવાર થઈ શકશે. 

6/12
image

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના જણાવ્યાં મુજબ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન એક જેવી ઝડપથી દોડશે. તેની ટોપ સ્પીડ 95 કિમી પ્રતિ કલાકની છે અને તે પાટા પર 85 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડશે. DMRCના જણાવ્યાં મુજબ આ ટ્રેન ઓછો પાવર વાપરશે. 

7/12
image

ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનના કારણે માનવીય ભૂલની સંભાવના ઓછી થઈ જશે. હાલ મજન્ટા લાઈન પર ગ્રેડ ઓફ ઓટોમેશનના ત્રીજા ફેઝ હેઠળ ડ્રાઈવરલેસ મેટ્રોનું સંચાલન થશે. આ ગ્રેડ પર ડ્રાઈવરનું કામ પૂરું થઈ જાય છે અને ટ્રેન સંપૂર્ણ રીતે ઓટોમેટિક રીતે ચાલે છે. પરંતુ ઈમરજન્સી માટે ડ્રાઈવર ટ્રેનમાં જ હાજર રહે છે. જેને એડેન્ડન્ટ કહે છે. 

8/12
image

ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનમાં ડ્રાઈવરની કેબિન નહીં હોય આથી પેસેન્જર્સ માટે થોડી વધુ જગ્યા રહેશે. આ સાથે જ પેસેન્જર હવે ટ્રેનમાં આવનારી દિશામાં સામે જઈને જોઈ શકશે. 

9/12
image

ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનના સ્ટાર્ટ, સ્ટોપ અને ડોર ઓપન-ક્લોઝ  કરવામાં કોઈ પણ ડ્રાઈવરે હાજર રહેવાની જરૂર નથી. ઈમરજન્સી સર્વિસ સહિત દરેક પ્રકારના ઓપરેશનને રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરી શકાય છે. 50 મીટર દૂર ટ્રેક પર કોઈ વસ્તુ હશે તો તેમાં બ્રેક લાગી જશે. એટલે કે પહેલેથી સુરક્ષિત હશે. 

10/12
image

આ મેટ્રો ટ્રેન જે સ્ટેશનથી પસાર થશે, તેના પ્લેટફોર્મ પર સ્ક્રીન ડોર લાગેલા હશે. સુરક્ષા કારણોસર આ સ્ક્રીન ડોર લગાવવામાં આવેલા છે જેથી કરીને કોઈ ટ્રેક પર ન જઈ શકે. તે ડોર ત્યારે જ ખુલશે જ્યારે પ્લેટફોર્મ પર મેટ્રો ટ્રેન આવીને ઊભી રહી જશે. 

11/12
image

12/12
image