જતા જતા તબાહી મચાવતું જશે ચોમાસું, નવા વાવાઝોડાના રસ્તામાં ગુજરાત આવશે કે નહિ, આવી ગયા લેટેસ્ટ અપડેટ

Deep Depression Attack : દેશમાં ચોમાસું અટકી ગયું છે. તેના વિદાયનો સમય વધી ગયો છે. પરંતું જતા જતા પણ ચોમાસું તબાહ કરવા તૈયાર છે. હવે ફરી એકવાર બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે. જેના કારણે ચક્રવાતી તોફાન ગંગા અને દિલ્હીના મેદાની વિસ્તારોમાં પહોંચવાની સંભાવના છે. ભારે વરસાદ પડી શકે છે. ત્યારે ગુજરાતને આ ચક્રવાત શું નુકસાન કરશે, અને કરશે કે નહિ તે જાણી લઈએ.

દરિયામાં નવું ડીપ ડિપ્રેશન ઉભું થયું

1/5
image

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે. એટલે કે હવામાનનું એવું વર્તુળ જે ચક્રની જેમ ફરતું ફરતું આગળ વધશે. રસ્તામાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાશે. હાલમાં તે કોલકાતાથી પશ્ચિમમાં 60 કિલોમીટર દૂર છે. જમશેદપુરથી 170 કિમી પૂર્વમાં અને રાંચીના પૂર્વ-દક્ષિણપૂર્વમાં 270 કિમી. તે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધશે. લગભગ 8 કિમી/કલાકની ઝડપે. આ કારણે બાંકુરા, પુરુલિયા અને પશ્ચિમ મેદિનીપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા છે. સમુદ્રમાં પવન 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓના મતે આ તોફાન ધીરે ધીરે દિલ્હી તરફ આગળ વધી શકે છે. યુપી અને બિહાર તેના રસ્તામાં આવશે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે આગામી 48 કલાકમાં ડીપ ડિપ્રેશનથી ડિપ્રેશનમાં આવી જશે.

કયા કયા રાજ્યોને અસર કરશે

2/5
image

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ડીપ ડિપ્રેશનની અસરથી ઉત્તરાખંડ, છત્તીસગઢ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, આ તમામ રાજ્યોમાં સાત સેમી (70 મીમી) થી વધુ વરસાદ વરસી શકે છે. તો ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં તોફાની પવન સાથે વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના વિવિધ ભાગોમાં વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે.

ડીપ ડિપ્રેશન સર્જાતા રહે છે 

3/5
image

ચોમાસા દરમિયાન દરિયામાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ બનવી સામાન્ય બાબત છે. આને ચોમાસું લો કહેવામાં આવે છે. જે પાછળથી વધુ તીવ્ર બને છે અને મોન્સુન ડિપ્રેશનમાં ફેરવાય છે. આ નીચા દબાણવાળા વિસ્તારો અને ચોમાસા દરમિયાન રચાયેલા ડિપ્રેશન લાંબા સમય સુધી રહે છે.  

ચક્રવાત વારંવાર આવવાનું કારણ શહેરીકરણ

4/5
image

પ્રચંડ શહેરીકરણને કારણે જમીન આધારિત ચક્રવાત સર્જાઈ રહ્યા છે, વૈજ્ઞાનિકોએ આવા બદલાતા હવામાન દરમિયાન શહેરોમાં પૂરનું કારણ આડેધડ શહેરી વિકાસને ગણાવ્યું છે. વરસાદી પાણીની વ્યવસ્થા સારી નથી. જંગલ અને કોંક્રિટ વચ્ચે સંતુલન નથી. વરસાદી પાણીનો સંગ્રહ થતો નથી. આ નવી સમસ્યાનું નામ છે લેન્ડ બોર્ન સાયક્લોન  (Land Based Cyclone).

થોડા વર્ષો પછી પરિસ્થિતિ વધુ વણસી જશે 

5/5
image

ભારતમાં 1982 થી 2014 ની સરખામણીમાં 2071 થી 2100 ની વચ્ચે ભારે વરસાદમાં 18 ટકાનો વધારો થશે. આ તે છે જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન વર્તમાન દરે ચાલુ રહેશે. જો ઉત્સર્જન વધશે તો ભારે વરસાદની તીવ્રતા 58 ટકા વધી જશે. આ ખતરનાક ખુલાસો ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજી (IITM)ના અભ્યાસમાં થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ સદીના અંત સુધીમાં ભારતમાં અતિવૃષ્ટિની ઘટનાઓમાં ભારે વધારો થવાની સંભાવના છે.