Venus Transit: સુખ સમૃદ્ધિના દાતા કરશે રાહુના નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિવાળાને વિચાર્યું પણ નહીં હોય એટલો ધનલાભ થશે, આવકના રસ્તા ખુલશે

ધન વૈભવના દાતા શુક્ર જલદી રાહુના નક્ષત્ર સ્વાતિમાં પ્રવેશ કરશે. આવામાં 3 રાશિવાળાને ખોબલે ખોબલે ફાયદો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

1/6
image

દૈત્યોના રાજા શુક્ર એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. શુક્રને વિલાસિતા, ધન વૈભવ, સુખ અને સમૃદ્ધિ, આકર્ષણ અને પ્રેમના કારક ગણવામાં આવે છે. આવામાં શુક્રનું નક્ષત્ર પરિવર્તનની અસર પણ દરેક રાશિ પર પડતી હોય છે. વૈદિક પંચાંગ મુજબ શુક્ર હાલ ચિત્રા નક્ષત્રમાં બિરાજમાન છે. પરંતુ આવનારી 24 તારીખે શુક્ર નક્ષત્ર પરિવર્તન કરીને સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શુક્રના રાહુના નક્ષત્રમાં પ્રવેશ કરવાથી અનેક રાશિઓને લાભ મળશે પરંતુ કેટલાકે સંભાળવાની પણ જરૂર છે. આ બંને ગ્રહો વચ્ચે મિત્રતાનો ભાવ છે. આવામાં શુક્રનું રાહુના નક્ષત્રમાં જવાથી ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. આ સાથે જ ધનલાભના અનેક યોગ બની રહ્યા છે. શુક્રના સ્વાતિ નક્ષત્રમાં જવાથી કઈ રાશિઓને બંપર લાભ થશે તે પણ જાણો. 

2/6
image

વૈદિક પંચાંગ મુજબ શુક્ર 24 સપ્ટેમ્બરના રોજ મધરાતે 1.20 વાગે રાહુના નક્ષત્ર સ્વાતિમાં પ્રવેશ કરશે અને 5 ઓક્ટોબર સુધી આ રાશિમાં રહેશે. આ નક્ષત્ર તમામ  27 નક્ષત્રોમાં 15મું નક્ષત્ર છે અને  તેના સ્વામી રાહુ અને રાશિ તુલા છે. 

મેષ રાશિ

3/6
image

મેષ રાશિના જાતકો માટે શુક્રનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિમાં શુક્ર સાતમા  ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોને નોકરી, બિઝનેસમાં અપાર સફળતા મળી શકે છે. આ સાથે જ મિત્રો કે પછી સહયોગીઓ સાથે કોઈ યાદગાર મુસાફરી પર જઈ શકો છો. કરિયરની વાત કરીએ તો નવી તકો મળી શકે છે. આ સાથે જ જે જાતકો વિદેશમાં નોકરી કરવાના સપના જુએ છે અને આ માટે તનતોડ મહેનત કરે છે તેમને સફળતા મળી શકે છે. વેપાર ક્ષેત્રે પણ તમને ખુબ લાભ મળી શકે છે. તમે તમારી પ્રતિભાથી કોઈ મોટો પ્રોજેક્ટ કે પછી ઓર્ડર મેળવી શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેશે. મિત્રોની મદદથી ખુબ ધન કમાઈ શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ બદલાતા મૌસમમાં થોડી સાવધાન રહેવાની જરૂર છે. શારીરિક સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે. 

વૃષભ રાશિ

4/6
image

આ રાશિમાં શુક્ર છઠ્ઠા ભાવમાં બિરાજમાન રહેશે. શુક્રના રાહુના નક્ષત્રમાં જવાથી આ રાશિના જાતકોને ખુબ લાભ મળવાનો છે. તમે તમારા વિરોધીઓને આકરી ટક્કર આપતા જોવા મળશો. કરિયર ક્ષેત્રે પણ તમે ખુબ સફળતા મેળવી શકો છો. બેરોજગારોને નોકરી મળવાના પ્રબળ યોગ છે. વેપારમાં મધ્યમ લાભ થઈ શકે છે. આ સાથે આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે. આથી તમે ગુસ્સા પર કાબૂ રાખો. શારીરિક અને માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે. 

સિંહ રાશિ

5/6
image

આ રાશિના જાતકો માટે પણ શુક્રનું રાહુના નક્ષત્રમાં પ્રવેશ કરવું ખુબ લાભકારી સાબિત થઈ શકે છે.  આ રાશિના જાતકોને નોકરીના કારણે શહેર બદલાઈ શકે છે. વિદેશમાં નોકરી કરવાની તક પણ મળી શકે છે. તમારી મહેનત અને કામ જોતા તમારી પદોન્નતિ અને પગારમાં વધારો થઈ શકે છે. વેપારમાં ખુબ લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમને ધન લાભ ધીરે ધીરે થઈ શકે છે. પરંતુ તમે બચત કરવામાં સફળ રહેશો. જીવનસાથી સાથે સારો તાલમેળ બેસશે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે દૂર થઈ શકે છે.   

Disclaimer:

6/6
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.