રાશિફળ 24 સપ્ટેમ્બર: આજે દ્વિપુષ્કર યોગનો શુભ સંયોગ, આ રાશિવાળાને દરેક ક્ષેત્રમાં થશે ડબલ લાભ! વાંચો તમારું રાશિ ભવિષ્ય
ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજે ચંદ્રમા વૃષભ ઉપરાંત મિથુન રાશિમાં પણ ગોચર કરશે. આજના દિવસે વરીયાન યોગ, દ્વિપુષ્કર યોગ અને મૃગશિરા નક્ષત્રનો શુભ સંયોગ પણ બની રહ્યો છે. જાણો કોને છે લાભના પ્રબળ યોગ.....
મેષ: ગણેશજી કહે છે, આજે કાર્યક્ષેત્રે જવાબદારીમાં વધારો થશે, જેનાથી પદ-પ્રતિષ્ઠા વધશે. સાસરી પક્ષથી સંબંધોમાં મીઠાશ આવશે અને પારિવારિક બિઝનેસમાં ભાઇઓનો સહયોગ મળશે. યોજનાપૂર્વક કરેલા કામમાં સફળતા મળશે. સંપત્તિમાં વધારો અને સંપત્તિથી આવકમાં વધારો થશે.
વૃષભ: ગણેશજી કહે છે, માતાના આરોગ્ય વિશે ખાસ કાળજી લેજો. કાર્યક્ષેત્રે આજે પ્રગતિ મળશે. ધર્મ-કર્મના કામમાં આસ્થા વધશે. સંપત્તિમાં સુધારા અને સારસંભાળમાં ખર્ચ વધશે. આજે દિવસ દરમિયાન નજીકના મિત્રો કે સંબંધીઓનું આગમન થઇ શકે છે. વિદ્યાર્થીઓને ગુરુજનોનો સહયોગ અને આશીર્વાદ મળશે.
મિથુન: ગણેશજી કહે છે, મિથુન રાશિના જાતકો માટે નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. માર્કેટિંગ માધ્યમથી વેપાર-ધંધાના વિસ્તારની યોજના બનશે. સ્વભાવમાં ઉચાટ રહે, જેના લીધે પરિવારના કોઇ સભ્ય સાથે સંઘર્ષ થાય. સંપત્તિમાંથી આવકના નવા સ્ત્રોત મળી શકે છે. સંધ્યાકાળે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો.
કર્ક: ગણેશજી કહે છે, આજે ભાગ્યોદય થવાથી અટકાયેલા કામ પૂરા થશે. આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. સામાજિક કામમાં ભાગ લેવાથી અને આયોજન કરવાથી સન્માન અને કિર્તીમાં વધારો થશે. કામમાં વ્યસ્ત રહેવાના કારણે આરોગ્ય બગડી શકે છે. જીવનસાથી સાથે મતભેદો ઉભા ના થાય એની ખાસ કાળજી લેજો.
સિંહ: ગણેશજી કહે છે, આજે સંપત્તિ સુખમાં વધારો થશે. પરિવારમાં સુખશાંતિ જળવાઇ રહેશે અને પારિવારિક જીવનમાં સરળતા રહેશે. વડીલ તરફથી ધન પ્રાપ્તિ થઇ શકે છે. માતા સાથે સંબંધોમાં સુધારો આવશે. નોકરીના પ્રગતિ સાથે સ્થળાંતરના યોગ છે. બિનજરુરી ખર્ચ પર અંકુશ રાખજો.
કન્યા: ગણેશજી કહે છે, નોકરીમાં પ્રગતિના યોગ છે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. જીવન ધોરણ ઉંચુ થશે. ભૌતિક સુખ સુવિધા પ્રત્યે આકર્ષણ વધશે. નોકરી-ધંધામાં સહયોગી અને સાથીઓનો સહયોગ મળશે. જીવનસાથી સાથે વિચારાત્મક મતભેદો ઉભા થઇ શકે છે.
તુલા: ગણેશજી કહે છે, કામના સ્થળે વધુ મહેનતની જરુર છે. વાતચીત દરમિયાન વાણી સંયમ જરુરી છે. કોઇ સંપત્તિને લઇને પારિવારિક વિવાદ વધવાની સ્થિતિ બની શકે છે. વિદેશમાં ભણેલા જાતકોને શુભ સમાચાર મળી શકે છે. ભાઇઓમાં વિચારોને લઇને મતભેદ થઇ શકે છે.
વૃશ્ચિક: ગણેશજી કહે છે, આજે મરજી વિરુદ્ધ કામ કરવું પડશે, જેનાથી બેચેની અનુભવશો. પરિવારમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. આકસ્મિક ખર્ચ વધી શકે છે જેની પર અંકુશ જાળવી રાખજો. પિતૃક સંપત્તિ મળવાની સંભાવનાઓ છે. જો તમે નોકરી કરો છો તો અધિકારીઓ તરફથી સહયોગ મળી રહેશે.
ધન: ગણેશજી કહે છે, રાજકારણ સાથે જોડાયેલા લોકોને નવીત્તમ તક અને લાભ મળશે. માતાના આશીર્વાદ ફળશે. બહુ સમયથી અટવાયેલું ધન કોઇ મહાપુરુષના સહયોગથી મળી શકે છે. સંતાન પક્ષે અને બૌદ્ધિક ક્ષેત્રે શુભ પરિણામ મળવાથી પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનસાથીની સલાહ મદદરુપ નીવડશે અને સંબંધ મજબૂત બનશે.
મકર: ગણેશજી કહે છે, નોકરીયાત વર્ગ સહકર્મચારીઓ સાથે વ્યવહારમાં ખાસ ધ્યાન રાખે. સંતાન સુખમાં વધારો અને ક્યાંકથી ભેટ મળશે. પ્રેમલગ્ન કરવા માટે અનૂકુળ સમય છે, જેમાં પરિવારનો સાથ મળશે. સારા મિત્રો મનની વ્યથા દૂર કરવામાં મદદ કરશે. વેપારી વર્ગ નવી પ્રોડક્ટ્સને સામેલ કરી શકે છે.
કુંભ: ગણેશજી કહે છે, કામમાં વધુ મહેનત કરવી પડશે અને આવકમાં વધારો થશે. બૌદ્ધિક કાર્યો અને લેખનથી આવક વધશે. માતા પક્ષથી ખાસ સહયોગ મળશે અને પરિવારમાં પ્રેમ અને ઉત્સાહ વધશે. સંતાન પક્ષે ઉચ્ચ શિક્ષણ અને સાર્થક પરિણામ મળશે. ભાઇ-બહેનોનું ખાસ ધ્યાન રાખજો અને એમની જરુરિયાતો પૂરી કરશો.
મીન: ગણેશજી કહે છે, ઘરમાં માંગલિક કાર્યોના આયોજનથી મન પ્રસન્ન અને વ્યસ્ત રહેશે. મિત્રોની મદદથી વેપારમાં નવા રસ્તા મળશે. આવક વધવાથી અને આકસ્મિક ધનપ્રાપ્તિથી મનોબળ મજબૂત બનશે. આજે ખાવા-પીવામાં ધ્યાન આપજો. જીવનસાથી સાથે ઉત્તમ સમય પસાર થશે.
Trending Photos