ભૂલમાં પણ ન કરતા આ 7 ટ્રાન્ઝેક્શન, તુરંત આવી જશો આવકવેરા વિભાગની નજરમાં, CA પણ નહીં બચાવી શકે
જો તમે આવકવેરાની નજરથી બચવા માંગતા હોવ તો ભૂલથી પણ ન કરો આ 7 ટ્રાન્ઝેક્શન. આમાંથી કેટલાક વ્યવહારો કરવાથી તમે સીધા જ આવકવેરા વિભાગના રડાર હેઠળ આવી શકો છો. તમને નોટિસ મોકલવામાં આવી શકે છે. જો આ આવા વ્યવહારો હશે તો CA પણ તમને બચાવી શકશે નહીં. ખાસ કરીને, આ માહિતી ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાણો એવા કયા વ્યવહારો છે જે તમને મુશ્કેલીમાં મુકી શકે છે.
વિદેશ યાત્રા પર ભારે ખર્ચ
જો તમે એક વર્ષમાં વિદેશ યાત્રા પર 2 લાખથી વધુનો ખર્ચ કરો તો આવકવેરા વિભાગ પાસે ડેટા પહોંચી જાય છે.
ક્રેડિટ કાર્ડ પર મોટો ખર્ચ
જો ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક 2 લાખથી વધુનો ખર્ચ કરો છો તો આવકવેરા વિભાગની નજર તમારા પર રહે છે. મોટા ટ્રાન્ઝેક્શન પર વિભાગનું ધ્યાન આકર્ષિત થઈ શકે છે.
1 લાખથી વધુનું રોકડમાં ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ
જો તમે એક લાખ રૂપિયાથી વધુના ક્રેડિટ કાર્ડના બીલની ચુકવણી રોકડમાં કરો છો તો આવકવેરા વિભાગની નજરમાં આવી શકો છો.
મ્યૂચુઅલ ફંડ અને શેરમાં મોટું રોકાણ
જો તમે એક વર્ષમાં 10 લાખથી વધુના મ્યૂચુઅલ ફંડ, શેર કે બોન્ડ્સમાં રોકાણ કર્યું છે તો આવકવેરા વિભાગ તમને નોટિસ મોકલી શકે છે.
30 લાખથી વધુનું પ્રોપર્ટી રોકાણ
જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદી છે, જેની કિંમત 30 લાખથી વધુ છે. તો તેની જાણકારી ઓટોમેટિક આવકવેરા વિભાગને મળી જાય છે.
મોટી કેશ ડિપોઝિટ
બેંક ખાતામાં મોટી રકમ કેશમાં જમા કરવા પર પણ આવકવેરા વિભાગની નજર રહે છે. 10 લાખથી વધુની રોકડ જમા કરાવો તો આવકવેરા વિભાગની નોટિસ આવવાની સંભાવના વધી જાય છે.
કેશમાં બિઝનેસ ટ્રાન્ઝેક્શન
કેશમાં બિઝનેસ ટ્રાન્ઝેક્શન કરવા પર પણ આવકવેરા વિભાગની નજર રહે છે. 50 હજારથી વધુની બિઝનેસ લેતી-દેતી પર આવકવેરા વિભાગ તમારી પાસે જાણકારી માંગી શકે છે.
Trending Photos