PHOTOs: સુખી સંપન્ન પરિવારના પાટીદાર યુવાને શરૂ કર્યું નવું સ્ટાર્ટઅપ, હવે દિલ્હીના દહી ભલ્લાનો સ્વાદ અમદાવાદમાં મળશે

અતુલ તિવારી/અમદાવાદ: IT એન્જીનીયરીંગ કર્યા બાદ યુવાનો સારી નોકરી કરવાનું વિચારતા હોય છે. પરંતુ આત્મનિર્ભર બનવાના ચક્કરમાં વ્રજ પટેલ નામના યુવાને અમદાવાદના વિજયનગર રેલવે ક્રોસિંગ પાસે દહીં ભલ્લાનો સ્ટોલ શરૂ કર્યો છે. 

1/6
image

આજના ભણેલા ગણેલા યુવાનો કામ બાબતે એક ચોક્કસ પસંદગી રાખતા હોય છે. કેટલાક કામ કરતા શરમાતા હોય છે પરંતુ વ્રજ પટેલે કે જેણે વર્ષ 2020માં IT એન્જીનીયરીંગ પૂર્ણ કર્યું ત્યારબાદ કાંઈક જુદું કરવાની ઈચ્છા સાથે તેણે દહીં ભલ્લાની લારી શરૂ કરી. વ્રજ પટેલની વાત કરીએ તો પરિવારમાં તેના પિતા બેંકમાં વાઇસ ચેરમેન છે, માતા શાળામાં પ્રિન્સિપાલ છે, ભાઈ એન્જીનિયર છે અને બહેન વિદેશમાં ડોક્ટર છે.   

2/6
image

સુખી સંપન્ન પરિવારના આ યુવાને ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે કંઈક અલગ કરવું હતું, પોતાની ઓળખ બનાવવી હતી. જેના કારણે એક સ્ટાર્ટ અપ શરૂ કરવાનું વિચાર્યું અને અમદાવાદમાં ભાડે રહીને દહીં ભલ્લાની લારી શરૂ કરી છે. કદાચ IT એન્જીનીયરીંગ પૂરું કર્યા બાદ જો નોકરી કરતો હોત તો અત્યારે જેટલું કમાઈ શકું છું એટલું ના કમાઈ શક્યો હોત. 

3/6
image

તેમણે જણાવ્યું હતું કે, જે કામ કરી રહ્યો છું, એમાં સ્વતંત્ર છું અને ભવિષ્યમાં વધુ મહેનત કરીને આગળ વધિશું એવી અપેક્ષા છે. શરૂઆતમાં દહીં ભલ્લાની લારી શરૂ કરી ત્યારે પરિવાર પણ નારાજ હતો પરંતુ હવે મારી મહેનત અને સફળતા જોઈને પરિવાર પણ ખુશ છે.  

4/6
image

5/6
image

6/6
image