પંચમહાલમાં તૈયાર છે જેપુરા વન કવચ અને મગર ઘર! પાવાગઢ જાઓ તો જોવાનું ના ચુકતા

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ત્રીજી ઓગસ્ટના રોજ ૭૪માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી પંચમહાલ જિલ્લામાં કરાશે. મુખ્યમંત્રીના હસ્તે ૧.૧ હેકટર વિસ્તારમાં નિર્માણ પામેલા જેપુરા-વન કવચનું કરાશે લોકાર્પણ, ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર- પાવાગઢનું પણ ઈ- લોકાર્પણ કરાશે. ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતની નેમ સાથે આ વન મહોત્સવ ઉજવાવાશે. પાવાગઢથી માત્ર ૬ કિલોમીટરના અંતરે જેપુરા ખાતે વિરાસત વનની બાજુમાં ૧.૧ હેકટર વિસ્તારમાં ગોધરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે વન કવચનું નિર્માણ કરાયું છે જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. પંચમહાલ - જેપુરા ખાતે નિર્માણ પામેલા વન કવચની વિશેષતાઓ:

1/8
image

પાવાગઢથી માત્ર ૬ કિલોમીટરના અંતરે જેપુરા ખાતે વિરાસત વનની બાજુમાં ૧.૧ હેકટર વિસ્તારમાં ગોધરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે આ વન કવચનું નિર્માણ કરાયુ છે. પાવાગઢ ખાતે આવેલા સાત કમાન જેવા જ આ વન કવચમાં પથ્થરથી બનેલો પ્રવેશદ્વાર તથા અહીના ગઝેબો એ ઉત્તમ શિલ્પકારીનું ઉદાહરણ.

2/8
image

વિશિષ્ઠ સેન્ડસ્ટોન પ્રકારના પથ્થરની ઉપર કોતરણી કરીને ૮ પીલ્લરની મદદથી ઉભા કરવામાં આવ્યા છે આ ગઝેબોઝ.જે પાવાગઢના યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળના બિરુદને શોભાવે છે.

3/8
image

આ ગઝેબોઝ ઉપર ૪ વિશિષ્ઠ વનસ્પતિઓ જેવી કે વડ,આંબો, કાંચનાર તથા કેસૂડાની ડાળીઓ અને પાંદડાની આબેહુબ પ્રતીકૃતીઓની લોખંડની પટ્ટીઓ પર કોતરણી કરી ગુંબજ બનાવવામાં આવ્યો છે. 

4/8
image

આ વન કવચનું એન્જીનીયરીંગ જોતા રાજુલા પથ્થરથી બનાવેલા રસ્તા, પથ્થરથી બનાવેલા જ ગઝેબોઝ તથા પ્રવેશદ્વાર વર્ષોવર્ષ સુધી જાળવણી મુક્ત રહેશે. 

5/8
image

આ વન કવચમાં મધ્ય ગુજરાતના વનોનું એક વામન સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ૧૦૦ થી પણ વધુ વૃક્ષ, ક્ષુપ અને વેલા ઔષધીઓનું વાવેતર કરાયું છે. 

6/8
image

ઔષધીઓ તરીકે ઉપયોગી અર્જુન સાદડ, મીંઢળ, સમિધ કણજો, કુસુમ, ચારોળી, ટીમરુ, અરડૂસી, વાયવર્ણો, પારીજાતક, અશ્વગંધા વગેરે તેમજ અતિ દુર્લભ એવી પાટલા, કીલાઈ, પત્રાળી, કુસુમ, ભિલામો, ટેટુ, ભૂત આલન, કુંભયો, ભમ્મરછાલ, રગત રોહીડો, મટરસિંગ,બોથી વગેરેનું વાવેતર કરાયું છે. 

7/8
image

વન કવચમાં ‘સિલ્વા’ તથા મધ્ય ગુજરાતની વિવિધ નર્સરીઓમાં ઉછેરાતા સ્થાનિક પ્રજાતિના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. ૧.૧ હેકટર જેટલી જગ્યામાં આશરે ૧૦૦ જેટલી વનસ્પતિની જાતોનું અને ફૂલોનું ૧૧૦૦૦થી પણ વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. 

8/8
image

જૈવિક ખાતરનો ઉપયોગ કરી કરવામાં આવેલ વાવેતરમાં વર્ષોથી સુષુપ્ત રૂટ સ્ટોક થકી જંગલી કંટોળા જેવી અતિ દુર્લભ પ્રકારની વનસ્પતિ પણ હવે જાતે જ ઉગવા લાગી. હાલમાં આ વન કવચમાં ૨૦૦થી પણ વધારે પ્રજાતિઓ જોવા મળે છે જે જૈવિક વિવિધતાનું ઉદાહરણ પૂરું પાડે છે.