બોલર તરીકે આ 5 ખેલાડીઓએ શરૂ કર્યું પોતાનું કરિયર, પછી બની ગયા ખતરનાક બેટર
નવી દિલ્હીઃ ક્રિકેટના ઈતિહાસમાં દરરોજ અનેક રેકોર્ડ તૂટતા અને બનતા હોય છે. આજે અમે તેવા ખેલાડીઓ વિશે વાચ કરીશું જેણે પોતાનું ક્રિકેટમાં પર્દાપણ બોલર તરીકે કર્યુ હતું, પરંતુ બાદમાં સ્ટાર બેટર બની ગયા. તેની બેટિંગની ક્ષમતા પણ વિશ્વએ સ્વીકારી છે.
સ્ટીવ સ્મિથ
ઓસ્ટ્રેલિયન બેટર સ્ટીવ સ્મિથની ગણના હાલના સમયના સર્વશ્રેષ્ઠ બેટરોમાં થાય છે, પરંતુ તેણે પોતાનું કરિયર લેગ સ્પિનર તરીકે શરૂ કર્યુ હતું. ત્યારબાદ તે એક ખતરનાક બેટર બની ગયો. સ્મિથે ટેસ્ટમાં 7 હજારથી વધુ તો વનડેમાં 4 હજારથી વધુ રન બનાવ્યા છે.
સનથ જયસૂર્યા
સનથ જયસૂર્યા પોતાનું કરિયર બોલર તરીકે શરૂ કર્યુ હતું, બાદમાં તે પોતાની વિસ્ફોટક બેટિંગ માટે ઓળખાવા લાગ્યો. તેની આક્રમક બેટિંગ જોવા માટે ચાહકો આતુર રહેતા હતા. તે વનડેમાં 10 હજારથી વધુ રન 300 વિકેટ ઝડપનાર એક માત્ર ક્રિકેટર છે.
કેમરૂન વ્હાઇટ
કેમરૂન વ્હાઇટે પોતાનું કરિયર એક સ્પિનર તરીકે શરૂ કર્યુ હતું. બાદમાં તે મિડલ ઓર્ડરની મજબૂત પાયો બની ગયો. તેણે ટીમ ઈન્ડિયા સામે ઘણા રન ફટકાર્યા છે. વ્હાઇટે ઓસ્ટ્રેલિયા માટે 91 વનડે મેચ રમી છે.
શોએબ મલિક
શોએબ મલિકે પાકિસ્તાન ટીમ માટે ઓફ સ્પિનર બોલર તરીકે ડેબ્યૂ કર્યુ હતું. ત્યારબાદ તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા લાગ્યો. શોએબ ત્યાર બાદ એક બેટર તરીકે સ્થાપીત થયો હતો.
શાહિદી આફ્રિદી
શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન માટે પોતાનું પર્દાપણ બોલર તરીકે કર્યુ હતું. ત્યારબાદ તેણે પોતાના એક બેટર તરીકે સ્થાપિત કર્યો. તેણે વનડેમાં છ સદી ફટકારી છે. આફ્રિદી પોતાની સિક્સ ફટકારવાની ક્ષમતા માટે જાણીતો હતો.
Trending Photos