Friendship Day 2019: આ દિગ્ગજ ક્રિકેટરોની દોસ્તી છે દુનિયાભરમાં પ્રખ્યાત

વિશ્વ 4 ઓગસ્ટને ફ્રેન્ડશિપ દિવસના રૂપમાં ઉજવી રહી છે. આ ખાસ અવસર પર આજે અમે તમને ટીમ ઈન્ડિયાના તે ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જે ક્રિકેટના મેદાન બહાર પણ ખુબ સારા મિત્રો છે. 
 

દરેક વ્યક્તિના જીવનમાં મિત્રની જગ્યા ખુબ ખાસ હોય છે. દરેક વ્યક્તિને દોસ્તી છોડીને બાકી સંબંધો જન્મની સાથે મળે છે. આજ કારણ છે કે દરેક વ્યક્તિ માટે મિત્રતાનો સંબંધ ઘણું મહત્વ રાખે છે. આ નિઃસ્વાર્થ સંબંધને વિશ્વભરના લોકો ઓગસ્ટના પ્રથમ રવિવાર એટલે કે 4 ઓગસ્ટ ફ્રેન્ડશિપ દિવસ તરીકે ઉજવણી કરી રહ્યાં છે. આ ખાસ દિવસે આજે અમે તમને ટીમ ઈન્ડિયાના તે ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જે રિલ લાઇફમાં ઘણા સારા મિત્રો છે. 
 

સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી

1/4
image

સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની જોડીને ભારતીય ક્રિકેટ ટીમની સૌથી સફળ ઓપનિંગ જોડીના રૂપમાં ઓળખવામાં આવે છે. સચિન અને સૌરવ જ્યારે પણ મેદાન પર બેટિંગ કરી રહ્યાં હોય તો બંન્ને ખેલાડીઓ વચ્ચે આપસી તાલમેલ જોવા જેવો હોય છે. આજ કારણ છે કે બંન્ને ખેલાડીઓ શાનદાર ક્રિકેટર હોવા સિવાય મેદાનની બહાર પણ એકબીજાના ખુબ સારા મિત્રો પણ છે. હાલમાં સચિન અને સૌરવ ઈંગ્લેન્ડમાં સમાપ્ત થયેલા આઈસીસી વિશ્વ કપ 2019 દરમિયાન કોમેન્ટ્રી કરતા પણ જોવા મળ્યા જેનો દર્શકોએ આનંદ ઉઠાવ્યો હતો. 

સુરેશ રૈના અને એમએસ ધોની

2/4
image

ભારતીય ક્રિકેટ ટીમમાં જ્યારે ગાઢ મિત્રતાની ચર્ચા થાય છે તો તેમાં સુરેશ રૈના અને એમએસ ધોનીનો ઉલ્લેખ જરૂર થાય છે. બંન્ને ખેલાડીઓની ગાઢ મિત્રતાને બધા લોકો જાણે છે. સુરેશ રૈના અને એમએસ ધોનીની મિત્રતાની મિસાલ ક્રિકેટ જગતને આપવામાં આવે છે. ચેન્નઈ સુપર કિંગ્સમાં પ્રથમ સિઝનથી સાથે રમતા રૈના અને ધોનીએ ટીમને ત્રણ વખત ચેમ્પિયન બનાવી છે. 

વિરાટ કોહલી અને ક્રિસ ગેલ

3/4
image

આમ તો ક્રિસ ગેલ અને વિરાટ કોહલી અલગ-અલગ દેશમાંથી છે. પરંતુ તેમ છતાં બંન્ને સારા મિત્રો છે જેનો શ્રેય આઈપીએલને જાય છે. કોહલી અને ગેલે આઈપીએલ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુર ટીમમાં ઘણો સમય એક-બીજા સાથે પસાર કર્યો છે. હાલ ભલે ગેલ આરસીબીનો સાથ થોડી પંજાબ સાથે જોડાઈ ગયો છે પરંતુ બંન્નેની મિત્રતામાં કોઈ કમી આવી નથી. 

ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સહેવાગ

4/4
image

સચિન-સૌરવની જેમ ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સહેવાગની ઓપનિંગ જોડીએ પણ ઘણી નામના મેળવી છે. બંન્ને ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં આવતા પહેલા દિલ્હીની રણજી ટીમમાં એકબીજા સાથે ઘણું ક્રિકેટ રમ્યા હતા. આ કારણ છે કે બંન્ને ઘણા સારા મિત્રો છે.