ગુજરાતના ખેડૂતોને કૃષિ હવામાન વિભાગની ડરામણી આગાહી; આ જિલ્લામાં તો બહાર નીકળવું પણ ભારે!
અશોક બારોટ/જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં શીતલહેરનું મોઝુ ફરી વળ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં કૃષિ હવામાન વિભાગ દ્વારા હજુ ત્રણ ચાર દિવસ ભારે ઠંડી પડવાની આગાહી કરીને લોકોને જરૂરી સૂચનો આપ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી સખત ઠંડીનો લોકો સામનો કરી રહ્યા છે. જૂનાગઢ કૃષિ હવામાન વિભાગના જણાવ્યું મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બ અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તેમજ જમ્મુ કાશ્મીરમાં હિંમવર્ષ થવાથી ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી અનુભવાય રહી છે. હાલ પવનની દિશા પણ બદલાઈ હોવાથી 20થી 25 કિમીની ઝડપે પવન ફૂંકવાની શકયતા પણ રહેલી છે.
કૃષિ હવામાન વિભાગની સલાહ મુજબ ખેડૂતોએ શિયાળુ પાકોને સવાર અને સાંજના સમયે હળવું પિયત આપવું જોઈએ. હાલ હાડ થીજવી દે તેવી ઠંડીનો સામનો હજુ લોકોએ ત્રણ ચાર દિવસ સુધી કરવો પડે તેવી સંભાવના રહેલી હોવાથી લોકોએ ઠંડીના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તેમજ ગરમ કપડાં અને ઠંડી સામે રક્ષણ મળી રહે તેવી તકેદારી રાખવી જોઈએ.
જૂનાગઢ કૃષિ હવામાન વિભાગના ધીમંત વઘાસિયાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ હજુ ઠંડીમાં વધારો થઈ શકે તેવી શકયતા રહેલી છે.
Trending Photos