Cleaning Hacks: આ હૈક્સની મદદથી મિનિટોમાં સાફ થઈ જશે ચાના ડાઘવાળા કપ, નવા હોય તેવા ચમકશે

Cleaning Hacks: ચા અને કોફીના મગ પર થોડા સમયમાં જ ડાઘ દેખાવા લાગે છે. નિયમિત સફાઈ થતી હોવા છતાં સફેદ કપમાં ડાઘા ઝડપથી દેખાવા લાગે છે. જ્યારે ચાને કપને સાફ કરવામાં સમય લાગે અને ચાના કપમાં ચા સુકાઈ જાય ત્યારે પણ ડાઘ પડી જતા હોય છે. 

જીદ્દી ડાઘ

1/5
image

સુંદર કપના સેટ પર જ્યારે ચા અને કોફીના ડાઘ દેખાય છે તો તે સેટની સુંદરતાને પણ ખરાબ કરે છે અને જ્યારે કોઈને તેમાં ચા આપવામાં આવે છે તો પણ ખરાબ લાગે છે. આજે તમને આવા જીદ્દી ડાઘ કેવી રીતે કાઢવા તે જણાવીએ.

ચાના કપ અને કોફી મગના જીદ્દી ડાઘ

2/5
image

ઘરના રસોડામાં રહેલી 2 વસ્તુની મદદથી તમે ચાના કપ અને કોફી મગના જીદ્દી ડાઘને 10 મિનિટમાં દુર કરી શકો છો. આ હેક્સની મદદથી ચાના કપનો સેટ નવો હોય તેમ ચમકવા લાગશે.

મીઠાનો ઉપયોગ

3/5
image

ચાના ડાઘ કાઢવા માટે મીઠાનો ઉપયોગ કરી શકાય છે. ચાના કપ કે કોફીના મગને પાણીથી સાફ કરી તેના પર મીઠું લગાવી દો. ત્યારબાદ 5 મિનિટ તેને સાઈડ પર રાખો અને પછી સાબુથી સાફ કરો. કપ એકદમ નવા હોય તેવા ચમકી જશે.

બેકિંગ સોડા

4/5
image

મીઠાને બદલે તમે બેકિંગ સોડા પણ વાપરી શકો છો. કપ પરના ડાઘને ક્લીન કરવા માટે એક ચમચી બેકિંગ સોડાની પેસ્ટ તૈયાર કરો અને તેને કપ પર લગાવી દો. 10 મિનિટ પછી સ્ક્રબરની મદદથી કપ સાફ કરી લો. 

5/5
image