ચીનમાં પૂરથી હાહાકાર: 71 વર્ષ બાદ ભગવાન બુદ્ધની પ્રાચીન પ્રતિમા સુધી પહોંચ્યું પાણી
દક્ષિણ પશ્વિમ ચીનના યાંગટ્જી નદીના ઉંચાઇવાળા વિસ્તારોમાં અધિકારીઓએ એક લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડ્યા છે. ભીષણ પૂરથી અહીં સ્થિતિ 1200 વર્ષ જૂના વિશ્વ વિરાસત સ્થળ પર ખતરો મંડરાવવા લાગ્યો છે.
વુહાન: પૂરથી ચીન (China) માં હાલત એકદમ ખરાબ થતી જાય છે. ભીષણ પૂરથી અહીં સ્થિત 1200 વર્ષ જૂના વિશ્વ વિરાસત સ્થળ પર ખતરો મંડારવા લાગ્યો છે. યૂનેસ્કોના આ વિશ્વ વિરાસત સ્થળ પર સ્થિત ભગવાન બુદ્ધની 223 ફૂટ ઉંચી પ્રતિમાને બચાવવા માટે સ્થાનિક વહિવટીતંત્ર રેતીની બોરીઓ નાખી રહી છે અને અન્ય ઉપાય કરી રહી છે. તો બીજી તરફ અધિકારીઓએ એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડ્યા છે. જાણકારોનું માનીએ તો આ વર્ષનું સૌથી વધુ ભીષણ પૂર છે.
ભગવાન બુદ્ધની પ્રાચીન પ્રતિમા સુધી પહોંચ્યું પાણી
ચીનના સરકારી ટીવી ચેનલના રિપોર્ટ અનુસાર પૂરના કારણે કીચડથી ભરેલુંન પાણી 71 વર્ષ બાદ સિચુઆન પ્રાંતમાં સ્થિત ભગવાન બુદ્ધની પ્રાચીન પ્રતિમા સુધી પહોંચ્યું છે. આ પહેલાં વર્ષ 1949માં આવેલા પૂરનું પાણી મૂર્તિના અંગુઠા સુધી પહોંચ્યું હતું.
યાંગટ્જી નદીનું જળસ્તર વધ્યું
સિચુઆનમાં યાંગટ્જી નદીના જળસ્તરમાં ખૂબ વધારો થયો છે. જેને જેતાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. વહિવટીતંત્રનું કહેવું હતું કે 5 મીટર સુધી પાણી વધી શકે છે.
થ્રી જોર્જ ડેમ
વહિવટીતંત્રએ જણાવ્યું કે નદીમાં પૂરને રોકવા માટે બનાવવામાં આવેલા થ્રી જોર્જ ડેમમાં પાણીનું સ્તર રેકોર્ડ 72,000 ક્યૂબિક મીટર પ્રતિ સેકન્ડની ગતિથી આગળ વધી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે થ્રી જોર્જમાં પાણી આવવું ગુરૂવારે પોતાના ઉચ્ચત્તમ સ્તર 76,000 ક્યૂબિક પ્રતિ સેકન્ડ સુધી પહોંચી શકે છે.
1 લાખ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા
દક્ષિણ પશ્વિમ ચીનના યાંગટ્જી નદીની ઉંચાઇવાળા વિસ્તારોમાં અધિકારીઓએ એક લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા. ભીષણ પૂરથી અહીંયા સ્થિતિ 1200 વર્ષ જૂના વિશ્વ વિરાસત સ્થળ પર ખતરો મંડરાવવા લાગ્યો છે.
આ વર્ષનું સૌથી ભીષણ પૂર
આ બંધના જળગ્રહણ વિસ્તારોમાં પણ જળસ્તર ખૂબ વધી ગયું છે. તેને જોતાં થ્રી જોર્જ ડેમ મેનેજમેન્ટને મંગળવારે પાણી છોડવું પડ્યું. ચોંગકિંગ શહેરમાં વર્ષ 1981 બાદ સૌથી ભીષણ પૂર આવ્યું છે.
Trending Photos