6.13 લાખ કિંમત... 28Km ની માઇલેજ! બજેટમાં આવે છે આ ધાંસૂ CNG એસયુવી કાર

પેટ્રોલ ડીઝલની કિંમતોથી બધા લોકો પરેશાન છે. તેવામાં વાહન નિર્માતા કંપનીઓ પણ સસ્તી અને વધુ માઇલેજ આપતી કાર રજૂ કરવા લાગી છે. રેગુલર ફ્યૂલના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક અને સીએનજીને સારૂ માનવામાં આવે છે. ઈલેક્ટ્રિક વાહનો અત્યારે મોંઘા છે, તેવામાં કંપનીઓનું ફોકસ સીએનજી વાહનો પર છે.

1/9
image

આજે અમે તમને દેશમાં રહેલી તે કેટલીક એસયુવી વિશે જણાવીશું જે સીએનજી સાથે આવે છે. આ કાર માઇલેજમાં પણ બેસ્ટ છે.  

Tata Punch CNG

2/9
image

કિંમત 6.13 લાખઃ દેશની સૌથી સસ્તી સીએનજી એસયુવીમાંથી એક છે. કંપનીનો દાવો છે કે તે 26 કિમી સુધીની માઇલેજ આપે છે. 

3/9
image

પંચ સીએનજીમાં કંપનીએ 1.2 લીટર, ત્રણ સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કર્યો છે. આ દેશની પ્રથમ સીએનજી એસયુવી છે, જે ડુઅલ સિલિન્ડર ટેક્નોલોજી સાથે આવે છે.

Hyundai EXTER

4/9
image

કિંમતઃ 6.13 લાખઃ હ્યુન્ડઈએ તાજેતરમાં પોતાની એસયુવી EXTER લોન્ચ કરી હતી. કંપનીનું કહેવું છે કે તે સીએનજીમાં 28 કિમીની માઇલેજ આપે છે.  

5/9
image

આ એસયુવી 1.2 લીટર બાયો-ફ્યૂલ કપ્પા પેટ્રોલ સીએનજી એન્જિન સાથે આવે છે, આ કારમાં સ્ટાન્ડર્ડ તરીકે 26 સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જે બધા વેરિએન્ટમાં મળે છે. 

Maruti Fronx

6/9
image

કિંમત 7.51 લાખઃ નવી મારૂતિ Maruti Fronx સીએનજીને હાલમાં લોન્ચ કરવામાં આવી છે. મૂળરૂપથી બલેનો હેચબેક પર બેસ્ડ તે એસયુવી 28.51 કિમી સુધીની માઇલેજ આપે છે.

7/9
image

Fronx માં કંપનીએ 1.2 લીટરની ક્ષમતાનું કે-સિરીઝ ડુઅલઝેટ, ડુઅલ વીવીટી પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. તે એડવાન્સ ફીચર્સથી લેસ છે.

મારૂતિ ગ્રાન્ડ વિટારા

8/9
image

કિંમત 10.99 લાખઃ મારૂતિ ગ્રાન્ડ વિટારાનું સીએનજી વેરિએન્ટ હાલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ એસયુવી હાઇબ્રિડ વેરિએન્ટમાં પણ આવે છે. તે સીએનજીમાં 26.6 કિમી માઇલેજ આપે છે.

9/9
image

મારૂતિ ગ્રાન્ડ વિટારા સીએનજીમાં કંપનીએ 1.5 લીટરનું નેચરલ એસ્પાયર્ડ પેટ્રોલ એન્જિન આપ્યું છે, જેમાં છ એરબેગ સહિત શાનદાર સેફ્ટી ફીચર્સ મળે છે.