RBI Imposes Penalty: RBI એ 4 બેંકોને ફટકાર્યો મોટો દંડ! આમાંથી કઈ બેંકમાં છે તમારું ખાતુ?
Reserve Bank of India: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ચાર સહકારી બેંકોને નિયમનકારી પાલનમાં ખામીઓ બદલ દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે જે બેંકોને દંડ ફટકાર્યો છે તેમાંથી એક બિહારની અને ત્રણ મહારાષ્ટ્રની છે.
RBI દ્વારા જે બેંકો પર દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં તાપિંદુ અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, ઇસ્લામપુર અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, મહાબળેશ્વર અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અને મંગલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનો સમાવેશ થાય છે.
રિઝર્વ બેંકે ધી તાપિંદુ અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, પટના પર જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બેંક આરબીઆઈના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી.
ઈસ્લામપુર અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, મહારાષ્ટ્ર પર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 અને KYC નિર્દેશ, 2016 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. જેના બદલામાં બેંકને બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
મહાબળેશ્વર અર્બન કો-ઓપરેટિવ બેંક લિ., મહારાષ્ટ્રને અમુક જોગવાઈઓ, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (બીઆર એક્ટ), સુપરવાઇઝરી એક્શન ફ્રેમવર્ક (SAF) હેઠળ આરબીઆઈ દ્વારા જારી કરાયેલા ચોક્કસ નિર્દેશોના ઉલ્લંઘન બદલ રૂ.2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ સિવાય કેન્દ્રીય બેંકે મુંબઈ સ્થિત મંગલ સહકારી બેંક લિમિટેડ પર એક લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. RBI દ્વારા લાદવામાં આવેલા દંડની ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય. દંડની આ રકમ બેંકે જ ચૂકવવી પડશે, તેને ગ્રાહકો સાથે કોઈ લેવાદેવા નથી.
Trending Photos