Budget 2021 ની 10 મોટી વાતો, જાણો કોને મળી છૂટ અને કોના પર લાગ્યો વધુ Tax
Budget 2021: નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં આજે સામાન્ય બજેટ (Union Budget 2021) રજૂ કર્યું. બજેટમાં ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જ્યાં એક તરફ પેટ્રોલ-ડીઝલ પર કૃષિ સેસ લગાવવામાં આવ્યો તો, વૃદ્ધોને ટેક્સ રિટર્ન ભરવાથી છૂટ પણ મળી છે. જાણો આ વર્ષના સામાન્ય બજેટની મોટી વાતો શું છે.
ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
બજેટ 2021માં ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કૃષિ અને ઇન્ફ્રા સેસ લગાવવામાં આવ્યો
બજેટ 2021માં કૃષિ અને ઇન્ફ્રા સેસ લગાવવામાં આવ્યો.
પેટ્રોલ પર 2.50 રૂપિયા લાગ્યો કૃષિ સેસ
બજેટ 2021માં પેટ્રોલ પર 2.50 રૂપિયા પ્રતિ લીટર કૃષિ સેસ લગાવવામાં આવ્યો.
ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લીટર કૃષિ સેસ લાગ્યો
બજેટ 2021માં ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લીટર કૃષિ સેસ લગાવવામાં આવ્યા.
જો બેન્ક ડુબે તો 5 લાખ રૂપિયા સુરક્ષિત
બજેટ 2021માં નિર્ણય લેવામાં આવ્યો કે જો બેન્ક ડુબેતો 5 લાખ રૂપિયા સુરક્ષિત રહેશે.
પહેલા બેન્ક ડુબરા પર માત્ર 1 લાખ રૂપિયા સુરક્ષિત હતા
પહેલા બેન્ક ડુબરા પર માત્ર 1 લાખ રૂપિયા સુરક્ષિત હતા
75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાથી છૂટ
બજેટ 2021માં 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકોને ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાથી છૂટ મળી.
માત્ર પેન્શનની આવક પર ટેક્સ રિટર્નથી છૂટ
બજેટ 2021માં નિર્ણય લેવામાં આવ્યો કે માત્ર પેન્શનથી કમાણી થાય ત્યારે ટેક્સ રિટર્નથી છૂટ મળશે.
સરકારે એર ઈન્ડિયાને વેચવાનો કર્યો નિર્ણય
બજેટ 2021માં સરકારે એર ઈન્ડિયાને વેચવાનો નિર્ણય લીધો
આ વર્ષે LICનો IPO લાવવામાં આવશે
બજેટ 2021માં આ વર્ષે LICનો આઈપીઓ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.
Trending Photos