આ મહિલા માટે તેના સ્તન બન્યા મોટી મુસીબત, પહેલા શાળા છોડવી પડી અને હવે આ સમસ્યા ઊભી થઈ

આજે અમે તમને એક એવી મહિલાની વાત કરીશું જે તેના મોટા સ્તનના કારણે પરેશાન છે. 

સામાન્ય રીતે મહિલાઓ ઈચ્છતી હોય છે કે તેમના સ્તન એકદમ સુડોળ અને આકર્ષક હોય. સુડોળ સ્તન માટે મહિલાઓ અનેક ઉપાય પણ અજમાવતી હોય છે. હાલ બ્રેસ્ટ સર્જરી ઉચ્ચ વર્ગની મહિલાઓમાં સામાન્ય વાત છે. સુડોળ કે મોટા સ્તન માટે મહિલાઓ લાખો રૂપિયા ખર્ચ કરવા માટે પણ તૈયાર રહે છે. પરંતુ જો તમને કોઈ એમ કહે કે એક મહિલા પોતાના મોટા સ્તનના કારણે પરેશાન છે તો આ સાંભળીને તમે ચોંકી જશો. આજે અમે તમને એક એવી મહિલાની વાત કરીશું જે તેના મોટા સ્તનના કારણે પરેશાન છે. 
 

સર્જરીમાં અનેક મુશ્કેલીઓ

1/5
image

વાત જાણે એમ છે કે ઈંગ્લેન્ડની South Shields માં રહેતી 27 વર્ષની લોરા હોવેસ(Laura Howes) તેના મોટા સ્તનના કારણે ખુબ પરેશાન છે. મોટા સ્તનના કારણે તેને બેસવા ઉઠવામાં પણ તકલીફ પડે છે. લોરા સર્જરી દ્વારા તેને નાના કરાવવા માંગે છે. જો કે સર્જરી માટે પહેલા તેણે વજન ઘટાડવું પડે એમ છે. 

હલનચલનમાં તકલીફ

2/5
image

ડેઈલી મેઈલની ખબર મુજબ લોરા વ્યવસાયે વેડિંગ ફોટોગ્રાફર છે. તે કહે છે કે કસરત દ્વારા તેણે પોતાનું વજન ઘટાડવાની ખુબ કોશિશ કરી. પરંતુ તેના બ્રેસ્ટ એટલા મોટા છે કે કસરત તો દૂરની વાત છે તેને બેસવા ઉઠવામાં પણ તકલીફ પડે છે. મોટા સ્તનના કારણે તેના શરીરમાં અનેક ઘા થઈ ગયા છે જેનું દર્દ અસહ્ય છે. 

મોટા સ્તનના કારણે શાળા છોડી

3/5
image

લોરાએ મોટા સ્તનના કારણે માત્ર શારીરિક મુશ્કેલીઓ સહન કરવી પડી એવું નથી. તેણે શાળાના દિવસથી જ અનેક અસહ્ય પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. હેવી બ્રેસ્ટના કારણે લોરાએ 11 વર્ષની ઉંમરમાં જ અભ્યાસ છોડી દીધો હતો. 

લોકો આવી કમેન્ટ કરે છે

4/5
image

લોરાનું કહેવું છે 'લોકો કહે છે કે ઓહ તમારા બ્રેસ્ટ તો સારા છે. તમારે તમારી સાઈઝથી ખુશ થવું જોઈએ. પરંમતુ ખરેખર હું આ સાઈઝ નથી ઈચ્છતી.'

સર્જરી માટે ઓનલાઈન ફંડ ભેગુ કરે છે

5/5
image

લોરા હવે બ્રેસ્ટ સર્જરી કરાવવા માંગે છે પરંતુ આ માટે તેને ઘણા પૈસા જોઈએ. તેણે ઓનલાઈન ડોનેશન લેવાનું શરૂ કર્યું છે. 8 હજાર યૂકે પાઉન્ડ ભેગા કરવા માટે તેણે GoFundMe પેજ બનાવ્યું છે. અત્યાર સુધીમાં તેને 6225 પાઉન્ડ મળી ગયા છે.