આવી રહ્યું છે બિપરજોય જેવું ખૂંખાર વાવાઝોડું; ગુજરાતમાં કયા દિવસથી શરૂ થશે અસર? ભયાનક વરસાદની આગાહી

Ambabal Patel Cyclone Prediction: આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર ચિંતાજનક આગાહી કરીને ગુજરાતીઓની ચિંતા વધારી દીધી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ફરી એકવાર અરબસાગરમાં વાવાઝોડું આવશે. આ વાવાઝોડું બીપરજોય જેવું હોઈ શકે છે. જી હા...16 ઓક્ટોબરે અરબસાગરમાં હલચલ જોવા મળશે અને 18 ઓક્ટોબરે લૉ પ્રેશર બનશે. જે 22-24 ઓક્ટોબરે ચક્રવાત બનશે. આ વાવાઝોડું બંગાળના ઉપસગારનો ભેજ ખેંચતા મજબૂત બનશે. ત્યારબાદ પશ્ચિમી વિક્ષેભ આવતા લઘુત્તમ તાપમાન ઘટશે. જો કે હાલ વાવાઝોડું ક્યાં ફટાશે તેવી આગાહી કરવી મુશ્કેલ તેમ જણાવ્યું હતું.

1/7
image

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જો આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. નહીંતર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જો કે મોટાભાગે હાલની સ્થિતિ મુજબ વાવાઝોડું ઓમાન તરફ જવાની શક્યતા જોવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 થી 26 ઓક્ટોબરે ગુજરાતમાં ફરી પોસ્ટ મોન્સૂન આવશે. 17 ઓક્ટોબરે સમુદ્ર કિનારે ભારે પવન ફંકાશે. જેના લીધે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગે વરસાદ આવશે. આ આગાહી વચ્ચે શનિવારે ભારત પાકિસ્તાનની મેચ રમાવાની છે, ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે મેચમાં વરસાદ ક્યાંય વિઘ્ન નહી લાગે. 

મેચમાં વરસાદ વિધ્ન નહીં પાડે

2/7
image

ક્રિકેટ પ્રેમીઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. આવતી કાલે મેચમાં વરસાદનું વિઘ્ન નહીં નડે. ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદનું વિઘ્ન નહીં નડે. હવામાન ખાતાનું કહેવું છે કે અમદાવાદમાં વરસાદની શક્યતા નહીં. અત્રે જણાવવાનું કે આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ રમાવવાની છે.   

શું કહે છે હવામાન ખાતું

3/7
image

રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યાં મુજબ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. બીજી તરફ વર્લ્ડ કપ મેચ દરમિયાન પણ વરસાદ પડી શકે છે. આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. 14,15,16 ઓક્ટોબરે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. 14,15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે. દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહેશે, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે.  

2018 જેવું વાવાઝોડું આવશેઃ

4/7
image

વર્ષ 2018માં ગુજરાતમાં ભયંકર વરસાદ બાદ વિનાશક ચક્રાવાતે ભારે વિનાશ વેર્યો હતો. સંખ્યાબંધ લોકોને ત્યારે જાનમાલની નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો. આ વખતે ફરી એકવાર અંબાલાલ પટેલે કંઈક એવા જ પ્રકારની આગાહી કરી છે. ખાસ કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છેકે,  આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય. બંગાળાનું ચક્રવાત પ્રતીકલાક 150 kmphની ઝડપે ફૂંકવાની શક્યતા છે.

ક્યા-ક્યા થશે વાવાઝોડાની અસરઃ

5/7
image

આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. જયારે અરબસાગરમાં 21 સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરુ થશે. મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. 13થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગલના ઉપસાગરમા ઉભુ થશે.

અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી

6/7
image

ગુજરાતના માથે ફરીથી બિપરજોય જેવા વાવાઝોડાની ઘાત તોળાઈ રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યાં મુજબ અરબસાગરમાં બીપરજોય જેવું વાવાઝોડું સર્જાશે. 16 ઓક્ટોબરે અરબસાગરમાં હલચલ જોવા મળશે. 18 ઓક્ટોબરે લો પ્રેશર બનશે. અને પછી 22થી 24 ઓક્ટોબરે ચક્રવાત આવશે. જે બંગાળાના ઉપસગારનો ભેજ ખેંચતા મજબૂત બનશે. તરત બાદ પશ્ચિમી વિક્ષેભ આવતા લઘુત્તમ તાપમાન ઘટશે. જો કે હાલ વાવાઝોડું ક્યાં ફાંટાશે તેવી આગાહી કરવી તે મુશ્કેલ છે પરંતુ જો વાવાઝોડું ઓમાન તરફ ફન્ટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. નહીંતર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. 

7/7
image

આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ જો કે મોટાભાગે હાલની સ્થિતિ જોઈ તો વાવાઝોડું ઓમાન તરફ જવાની શક્યતા છે. આ ઉપરાંત 22 થી 26 ઓક્ટોબરે પોસ્ટ મોન્સૂન આવશે. 17 ઓક્ટોબરે સમુદ્ર કિનારે પવન ફંકાશે. જેના લીધે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગે વરસાદ આવશે.