PHOTOS: નાનપણમાં આવા દેખાતા હતા તમારા ફેવરીટ Bollywood Stars

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે બોલીવુડમાં અનેક એવા હીરો અને હીરોઈન છે જેમની એક અદાના લાખો કરોડો લોકો દિવાના છે. જેમની અદકારી અને ટેલેન્ટના લાખો લોકો કાયલ છે. પણ શું તમે ક્યારેય તેમની નાનપણની તસવીરો જોઈ છે ખરાં? આ સ્ટાર્સની નાનપણની તસવીરો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે, તેઓ નાનપણથી જ અભિનયના આકાશમાં જવાઈ જવાની તૈયારી કરી રહ્યાં હતાં. તેમનો દેખાવ અને હાવભાવ નાનપણથી જ તેમને સ્ટાર બનાવવાની તૈયારી કરી રહ્યાં હતાં. જુઓ તમારા ફેવરીટ એવા બોલીવુડ સ્ટાર્સની નાનપણની ખુબ સુંદર અને યાદગાર તસવીરો...
 

તાપસી પન્નૂ

1/8
image

ફિલ્મફેયર એવોર્ડસમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતનારી તાપસી પન્નૂ (Taapsee Pannu) નાનપણમાં પણ ખુબ સુંદર લાગતી હતી. અને આજે તેમની સુંદરતાની સાથો-સાથ તેમની અદભુત અદાકારીના લાખો લોકો દિવાના છે.

પ્રિયંકા ચોપડા

2/8
image

બોલીવુમાં દેસી ગર્લ ના નામે જાણી સુપર ટેલેન્ટેડ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) હવે હોલીવુડમાં પણ ધૂમ મચાવી રહી છે. જોકે, નાનપણથી જ પ્રિયંકા ખુબ જ સુંદર દેખાતી હતી. અને તેમામાં અદાકારીના ગુણો તે સમયથી જ દેખાવા લાગ્યા હતાં.

 

શાહિદ કપૂર

3/8
image

ફિલ્મ કબીર સિંહમાં એંગ્રી યંગ મેનની ભિમૂકા ભજવનારા શાહિદ કપૂૂર (Shahid Kapoor) નાનપણમાં ખુબ જ માસૂમ દેખાતા હતા. નાનપણની તસવીર અત્યારના શાહિદ કરતા ઘણી અલગ લાગે છે.

 

દીપિકા પાદુકોણ

4/8
image

દીપિકા પાદુકોણ (Deepika Padukone) બોલીવુડની એક ખુબ જ ટેલેન્ટેડ એક્ટ્રેસ છે. તેણે પોતાના જેવા ટેલેન્ટેડ એક્ટર રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધાં છે. દીપિકા પાદુકોણ  (Deepika Padukone) ની નાનપણની તસવીર ખુબ જ ક્યૂટ છે.

 

સૈફ અલી ખાન

5/8
image

નવાબ ખાનના નામથી જાણીતા સૈફ અલી ખાન Saif Ali Khan) નો નાનપણનો ફોટો બિલકુલ તેમના દિકરા તૈમૂર જેવો જ લાગે છે. પટૌદી ખાનદાનના આ ચિરાગે બોલીવુડમાં ખુબ નામના મેળવી છે.

 

અનુષ્કા શર્મા

6/8
image

અનુષ્કા શર્મા (Anushka Sharma) બોલીવુડની એક ફેમસ અભિનેત્રી છે. તેણે બોલીવુડના ત્રણેય મોટા ખાન એટલેકે, સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન સાથે ફિલ્મમાં અભિનેત્રી તરીકે કામ કર્યું છે. આ તમામ ફિલ્મો સુપર હિટ હતી. અને ત્યાર બાદ તેણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કરી લીધાં છે. હાલ તેમને એક સંતાન પણ છે.

 

વિક્કી કૌશલ

7/8
image

નાનાપણમાં એકદમ માસૂમ દેખાતા વિક્કી કૌશલ (Vicky Kaushal) આજે એકદમ ડેંશિંગ પર્સનાલીટીમાં ફેરવાઈ ગયા છે. મસાન અને ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈક ફિલ્મમાં ઉમદા અભિનય માટે વિક્કી કૌશલ (Vicky Kaushal) ને બેસ્ટ એક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

 

રણવીર સિંહ

8/8
image

એક્ટિંગ અને એનર્જીના વાપર હાઉસ કહેવાતા રણવીર સિંહ (Ranveer Singh) નાનપણમાં પણ ખુબ જ ક્યૂટ લાગતા હતા. રણવીર સિંહે બેૈંડ બાજા બારાત  (Band Baaja Baaraat) ફિલ્મથી બોલીવુડમાં પગ મુક્યો. આજે તે બોલીવુડના એક મોટા સ્ટાર બની ગયા છે.