Karan Deol Wedding: બોબી દેઓલે શેર કર્યા ભત્રીજાના લગ્નના સૌથી જોરદાર ફોટા, કેપ્શનથી ઉભરાયું સોશ્યિલ મીડિયા

Bobby deol shares unseen photos from Karan Deol Wedding: કરણ દેઓલે દ્રિષા આચાર્ય સાથે લગ્ન કર્યા છે. નવા પરિણીત યુગલને અભિનંદન આપતાં બોબી દેઓલે લગ્નની કેટલીક ન જોયેલી તસવીરો શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. જુઓ કરણના લગ્નની કેટલીક સુંદર તસવીરો...

 

 

બોબીએ ક્યૂટ કેપ્શન લખ્યું છે

1/5
image

બોબી દ્વારા શેર કરવામાં આવેલી પ્રથમ તસવીરમાં તે દ્રિષા, કરણ, પત્ની તાન્યા અને પુત્ર આર્યમન સાથે જોવા મળે છે. બોબીએ ફોટો શેર કરતા લખ્યું કે, અમે પરિવારમાં દીકરીના આગમનથી ખૂબ જ ખુશ છીએ. ભગવાન તારુ ભલુ કરે.

બોબીએ ફોટા શેર કર્યા છે

2/5
image

બીજી તસવીરમાં, બોબી દ્રિષા, કરણ, તાન્યા અને આર્યમન સાથે પોઝ આપતી વખતે હસી રહ્યો છે. ફેમિલીનો આ ફોટો ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આમાં બોબીની સુંદર પત્ની તાન્યાની ઝલક પણ જોવા મળી છે.

કરણે તસવીરો શેર કરી છે

3/5
image

કરણે લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. કરણે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ‘તમે મારો આજનો અને મારી આવતીકાલ છો. આપણા જીવનની એક સુંદર સફરની શરૂઆત. તમારા આશીર્વાદ અને શુભકામનાઓ માટે અમે તમારા બધાના અત્યંત આભારી છીએ.

કરણે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું

4/5
image

કરણ સની દેઓલનો પુત્ર અને ધર્મેન્દ્રનો પૌત્ર છે. તેણે 2019 માં સની દેઓલ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

મસ્ત લાગતુ હતુ યંગ કપલ

5/5
image

તસવીરોમાં કરણ શેરવાની પહેરીને હાથમાં સુંદર માળા પકડેલો જોવા મળે છે. તેણે સર્ગ પણ પહેરેલ છે. દ્રિશા લાલ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.