Diabetes: ડાયાબિટીસ હોય તો સવારે ખાલી પેટ પાણીમાં પલાળેલી આ 5 વસ્તુઓ ખાવી, આખો દિવસ બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

Blood Sugar Control Tips: ખરાબ જીવનશૈલી અને ખોટા આહારના કારણે ડાયાબિટીસ આજના સમયની સામાન્ય સમસ્યા છે. એકવાર ડાયાબિટીસ થાય પછી તેને ફક્ત દવા અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને તેને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસમાં સમજ્યા વિના જો કોઈ વસ્તુ ખાવામાં આવે તો બ્લડ સુગર ઝડપથી વધી જાય છે. જો આ ચિંતામાંથી મુક્ત થવું હોય તો સવારે કેટલીક વસ્તુઓને પાણીમાં પલાળીને ખાવાની શરૂઆત કરો. સવારે આ 5 માંથી કોઈ 1 વસ્તુ પણ ખાઈ લીધી તો આખો દિવસ બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે. 

સૂકી મેથી 

1/6
image

ડાયાબિટીસમાં દર્દીઓ માટે સૂકી મેથી ફાયદાકારક છે. રાત્રે પાણીમાં પલાળી સવારે આ મેથી ખાઈ લેવાથી બ્લજ સુગર લેવલ કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. 

ચિયા સિડ્સ

2/6
image

ડાયાબિટીસના દર્દીઓ માટે ચિયા સીડ પણ ફાયદાકારક સાબિત થાય છે. જો આખો દિવસ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવું હોય તો સવારે પાણીમાં પલાળેલા ચિયા સિડ્સ ખાઈ લેવા. 

તજ

3/6
image

તજ એવો મસાલો છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તજનું સેવન કરવાથી ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધરે છે. તજનું સેવન સવારે કરી લેવાથી બ્લડ સુગર સ્પાઇક થતું અટકે છે. સવારે ખાલી પેટ તજનું પાણી અથવા તો પાણીમાં પલાળેલું તજ ખાઈ લેવું. 

જીરું 

4/6
image

જીરું પણ ડાયાબિટીસના દર્દીઓને ફાયદો કરે છે. એક ચમચી જીરાને એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી સવારે આ પાણીને ઉકાળીને પી લેવું. તેનાથી આખો દિવસ બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે. 

અંજીર 

5/6
image

વધેલા બ્લડ સુગરને કંટ્રોલ કરવું હોય તો સવારે ખાલી પેટ પાણીમાં પલાળેલા અંજીર ખાઈ લેવા. એક થી બે અંજીરને રાત્રે પાણીમાં પલાળી દેવા. ત્યાર પછી સવારે તેને ચાવીને ખાઈ લેવા. તેનાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

6/6
image