દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશ કલગીમાં ઉમેરાયું વધુ એક નવું મોરપીંછ ‘સુદર્શન સેતુ’

PM Modi Dwarka Visit: PM મોદીએ દ્વારકા નગરીને સુદર્શન સેતુ અને વ્યૂ ગેલેરીની આપી ભેટ. 2.3 કિમી લાંબા પુલથી હજારો લોકોને મોટો ફાયદો થશે. ઓખાથી બેટ દ્વારકા વચ્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આઝાદ ભારતના પહેલા પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી જેમને બેટ દ્વારકા મંદિરની મુલાકાત લીધી. પીએમ મોદીએ સુદર્શન સેતુ પર ચાલીને બેટ દ્વારકાનો નજારો માણ્યો. ભગવાન શ્રી કૃષ્ણની નગરીને પીએમ મોદીએ મોટી ભેટ આપી.

1/6
image

ઓખા અને બેટ દ્વારકાને જોડતા અંદાજિત રૂ. ૯૭૮.૯૩ કરોડના ખર્ચે નવનિર્મિત દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરતો અને સુદર્શન સેતુ રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની આગવી ઓળખ બનનાર સુદર્શન સેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તક્તી અનાવરણ કરી ભાવિકો માટે ખુલ્લો મુક્યો હતો. 

2/6
image

ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિના સર્વાંગી વિકાસની ગતિમાં વધારો કરતાં સુદર્શન સેતુનું થ્રી ડી મોડલ નિહાળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તૃત માહિતી મેળવી હતી. સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં વધુ એક  મોરપીંછ ઉમેરાયું છે. પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થશે તેમજ ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ ખુલશે. 

3/6
image

સુદર્શન સેતુને કારણે ભાવિકોનો સમય બચવા સાથે સુવિધાઓમાં વધારો થશે. સુદર્શન સેતુ વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નિર્માણની આગવી ઓળખ બની રહેશે. ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયું છે. અંદાજિત રૂ.૯૭૮.૯૩ કરોડના ખર્ચે નવનિર્મિત સુદર્શન સેતુ થકી પ્રવાસનને વેગ મળશે. વ્યુઈંગ ગેલેરી,મોર પંખ, ફૂટ પાથ સહિત અનેક સુવિધાઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.  

સુદર્શન સેતુની વિશેષતાઓ

4/6
image

બ્રીજની લંબાઇ ૨૩૨૦ મીટર, જેમા ૯૦૦ મીટર કેબલ સ્ટેયડ ભાગ છે. બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર ૨૦ x ૧૨ મીટરના  ૪ - મોરપંખ આકારવામાં આવ્યા છે. ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ ૩૭૦ મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ ૬૫૦ મીટર છે. બ્રીજના મુખ્ય ગાળામાં ૧૩૦ મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે. આ ચાર માર્ગીય બ્રીજની પહોળાઈ ૨૭.૨૦ મીટર છે, જેમાં બન્ને બાજુ ૨.૫૦ મીટરના ફૂટપાથ

સુદર્શન સેતુની વિશેષતાઓ

5/6
image

ફુટપાથની બાજુ પર કાર્વિંગ પથ્થર પર કોતરણી કામ કરી ભગવદગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણનું જીવન  દર્શાવવામાં આવ્યું છે. ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલ થી ૧ મેગાવોટ વિજળીનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રીજ પરની લાઇટીંગમાં થશે. બ્રીજ પર કુલ ૧૨ લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રીજ પર રાત્રિ દરમ્યાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરાઇ છે.   

6/6
image