Jio, Airtel અને Vi ના બેસ્ટ રિચાર્જ પ્લાન: આખુ વર્ષ ઈન્ટરનેટ, અનલિમિટેડ કોલ અને આટલા બધા અન્ય ફાયદા
આ એવા પ્લાન છે કે જેનાથી તમારે વારંવાર રિચાર્જ કરાવવું નહીં પડે
નવી દિલ્હી: દર મહિને ફોનને રિચાર્જ કરવાનું મુશ્કેલ થતું હોય છે. અમે તમારા માટે કેટલાક એવા પ્લાનની જાણકારી લાવ્યા છીએ કે જેમાં તમને તમામ પ્રકારના ફાયદા તો મળશે જ પરંતુ સાથે સાથે તેની માન્યતા પણ પૂરા એક વર્ષ માટે રહેશે. જેનાથી તમારે વારંવાર રિચાર્જ કરાવવું નહીં પડે. આ પ્લાન જિયો, એરટેલ, વોડાફોન-આઈડિયા અને બીએસએનલ જેવી કંપનીઓના છે.
જિયોનો 3499 રૂપિયાનો પ્લાન
જિયોના આ એક વર્ષના પ્લાનમાં તમને 3499 રૂપિયાના બદલે રોજ 3 જીબી ડેટા, અને 100 એસએમએસ તથા અનલિમિટેડ કોલિંગ અને અન્ય તમામ જિયો એપ્સનું સબસ્ક્રિપ્શન મળશે. જો તમારો 3જીબી ડેટા એક દિવસમાં ખતમ થઈ જાય તો તમારા ઈન્ટરનેટની સ્પીડ કંપની ઘટાડીને 64kbps કરશે.
જિયોનો 2599 રૂપિયાનો પ્લાન
જિયોના આ પ્લાનના ફાયદાનો લાભ તમે 365 દિવસ માટે ઉઠાવી શકો છો. જેમાં તમને રોજ 2જીબી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજના 100 એસએમએસ તો મળશે જ પરંતુ સાથે સાથે તમને તમામ જિયો એપ્સ અને ડિઝની હોટસ્ટારનું વીઆઈપી સબસ્ક્રિપ્શન પણ મળશે.
વોડાફોન-આઈડિયાનો 2595 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનની માન્યતા 365 દિવસની છે અને તેમાં તમને રોજ 2 જીબી ડેટા અને 100 એસએમએસ તથા અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળશે. ઓટીટી બેનિફિટ્સની વાત કરીએ તો તેમા તમને જી5 પ્રિમિયમ અને વી મૂવીઝ એન્ડ ટીવીનું એક્સેસ પણ મળશે.
એરટેલનો 2498 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન
એક વર્ષની માન્યતાવાળા આ પ્લાનમાં કંપની ગ્રાહકોને રોજ 2જીબી ડેટા, 100 એસએમએસ રોજના અને સાથે સાથે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા આપે છે.
બીએસએનએલનો 2399 રૂપિયાનો પ્લાન
BSNL ના આ પ્લાનમાં તમને રોજ 3 જીબી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને રોજના 100 એસએમએસ મળશે. આ પ્લાનની માન્યતા એક વર્ષ કરતા થોડી વધુ એટલે કે 425 દિવસની છે. રોજ 3 જીબી ડેટા પૂરો થતા કંપની ઈન્ટરનેટ સ્પીડ ઘટાડીને 64kbps કરે છે.
BSNL નો 1498 રૂપિયાનો પ્લાન
આ પ્લાન આ લિસ્ટનો સૌથી સસ્તો પ્લાન છે. 1498 રૂપિયામાં બીએસએનએલ તમને 365 દિવસ માટે રોજ 2જીબી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા આપે છે. જો તમારો રોજનો નેટ કોટા પૂરો થઈ જાય તો તેની સ્પીડ ઓછી થઈને 40kbps કરી દેવાશે.
Trending Photos