હિમાચલની હસીનાઓઃ બોલીવુડની આ પહાડી પરીઓને જોઈને તમે પણ થઈ જશો પાણી-પાણી


હિમાચલ પ્રદેશનું નામ સાંભળતા જ એ કુદરતી સૌંદર્ય નજર સમક્ષ આવી જાય છે. હિમાચલ પ્રદેશની યુવતીઓ પણ એટલી જ સુંદર હોય છે. એટલે જ બોલીવુડમાં અનેક પહાડી વિસ્તારીની હીરોઈને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. 

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીલુડ માટે એક્ટિંગનો અડ્ડો સાબિત થયું છે હિમાચલ પ્રદેશ.આ પહાડી વિસ્તારથી આવનારી અનેક હીરોઈનોએ તમારા મન જીત્યા છે.તેમની અદા એટલી જ સુંદર છે જેટલી હિમાચલ પ્રદેશના પહાડોની વાદીઓ. આજે એવી હીરોઈનોની વાત કરવી છે જે પહાડી વિસ્તારથી આવી બોલીવુડની ચકાચૌદ દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું છે.હિમાચલ પ્રદેશ બોલિવુડને અનેક હિરોઈન આપી છે.જેમાં કંગના રનૌતથી લઈને યામી ગૌતમ સુધી યાદી છે,એટલું જ નહી પણ ટેલિવુડમાં પણ એવી કેટલીક અદાકારા છે જે હિમાચલ પ્રદેશની જોડાયેલી છે.તો આવો જાણીએ કોણ છે આ પહાડી વિસ્તારની મલિકા-એ-હુશ્ન...

 

 


 

પ્રીતિ ઝિંટા (Preity Zinta)

1/6
image

આ યાદીમાં સૌથી પહેલા આવે છે બોલીવુડની અભિનેત્રી પ્રીતિ ઝીંટા.પ્રીતિ ઝિંટા બોલીવુડ, તેલુગુ, પંજાબી અને અંગ્રેજી ભાષાની ફિલ્મોમાં પોતાના ઝલવા દેખાડી ચુકી છે.જેણે બોલીવુડમાં કારર્કિદીની શરૂઆત 1998માં દિલ સે ફિલ્મથી કરી હતી.પ્રીતિ ઝિંટાનો જન્મ શિમલાના Rohruમાં થયો છે.પ્રીતિ ઝિંટાએ પોતાનો અભ્યાસ પણ શિમલામાં જ કર્યો હતો.પ્રીતિ ઝિંટા રાજપૂત પરિવારમાંથી આવે છે અને તેમના પિતા આર્મી ઓફિસર હતા. 

શિવ્યા પઠાનિયા (Shivya Pathania) 

2/6
image

ટીવી સીરિયલની જાણીતી અદાકારા શિવ્યા પઠાનિયાનો જન્મ પણ હિમાચલ પ્રદેશમાં થયો હતો.સીરિયાલ રામ સિયાકે લવ કુશમાં કામ કરી ચુકી છે શવ્યા પઠાનિયા.શવ્યાએ અનેક ટીવી શોમાં પણ કામ કર્યું છે.ટીવી સીરિયલ અને ટીવી શોથી શિવ્યા પઠાનિયાએ પોતાની આગવી ઓળખ બનાવી છે. 

 

રૂબિના દિલૈક (Rubina Dilaik) 

3/6
image

બિગ બોસ સિઝન 14ની વિજેતા રૂબીના દિલૈકનું પણ હિમાચલ પ્રદેશ સાથે ખાસ કનેક્શન છે. રૂબિના દિલૈકનો જન્મ શિમલામાં થયો હતો.એટલું જ નહીં પણ વર્ષ 2016માં રૂબિના દિલૈક મિસ શિમલા પણ બની હતી.આ પહાડી રાજ્યએ રૂબિનાને ઘણું બધુ આપ્યું છે.એટલે જ રૂબિના અવાર નવાર હિમાચલની સંસ્કૃતિને પ્રમોટ કરતી નજરે પડે છે. 

યામી ગૌતમ (Yami Gautam)

4/6
image

અભિનેત્રી યામી ગૌતમનું હિમાચલ પ્રદેશ સાથે ખાસ કનેક્શન છે.યામી ગૌતમનો જન્મ બિલાસપુરમાં થયો હતો.અને તેનું બાળપણ ચંડીગઢમાં વિત્યું છે.યામી ગૌતમના પિતા ફિલ્મ પ્રોડ્યુસર રહી ચુક્યા છે.યામી ગૌતમ ટૂંકા ગાળામાં લોકોના મન જીત બોલીવુડમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.અને હવે તેની બહેન સુરીલી બોલીવુડમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. 

કંગના રનૌત (Kangna Ranaut)

5/6
image

બોલીવુડની ક્વીન તરીકે જાણીતિ અભિનેત્રી કંગના રનૌતનો હમાચલ પ્રેમ જગ જાહેર છે.ખુદ કંગના રનૌત અનેક વખત સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી હિમાચલ પ્રદેશના ગુણગાન ગાતી નજરે પડી છે.કંગના રનૌતનો જન્મ હિમાચલના મંડીમાં થયો છે.તો પોતાનો અભ્યાસ કંગનાએ ચંડીગઢમાં પુરો કર્યો.તો કંગનાની બહેન રંગોલી પણ પોતાના રંગીન અંદાજથી સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. 

અલીશા પંવાર (Alisha Panwar) 

6/6
image

ટીવી સિરિલયમાં પોતાની અદાનો પાવર બતાવનાર અલીશા પવારનો જન્મ હિમાચલમાં થયો હતો.અલીશા પંવારે ઈશ્ક મેં મરજાવા સીરિયલથી લોકપ્રિયતા મેળવી છે.અલીશાનું બાળપણ શિમલામાં જ વિત્યું છે.પહાડોની રહેનારી અલીશા પંવાર ટીવી સીરિયલની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.