દુનિયાભરમાં પ્રખ્યાત આ પાંચ રમતોનો જન્મ ભારતમાં થયો હતો

આજે ભલે દુનિયા ક્રિકેટ કે ફુટબોલની દીવાની છે પરંતુ ઘણી રમત એવી છે જે વિશ્વભરમાં રમાઈ છે. આમ તો કહેવામાં આવે છે કે રમતથી અનુશાસન અને ટીમ વર્ક જેવી ઘણી વસ્તુ શીખી શકાય છે. તેનાથી ખેલાડીઓનું માન-સન્માન વધે છે. રમતને કારણે દેશ એકબીજાની નજીક આવે છે. ઉલ્લેખનીય છે કે, રમતને કારણે ઘણા દેશ એકબીજાની નજીક આવ્યા છે. જવા દો, તમે ક્યારેય વિચાર્યું છે કે રમતની દુનિયામાં ભારતનું શું યોગદાન રહ્યું છે? શું તમને ખ્યાલ છે, જે રીતે ક્રિકેટનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો તેજ રીતે ઘણી રમતોનો જન્મદાતા ભારત છે. આવો નજર કરીએ એવી રમતો પર જેનો જન્મ ભારતમાં થયો છે...
 

કબડ્ડી

1/5
image

જેમ નામથી પ્રતીત થાય છે કે કબડ્ડીનો જન્મ ભારતમાં થયો હશે. આજે આ બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત છે. આ રમતને 1936ના બર્લિન ઓલમ્પિકથી પ્રસિદ્ધિ મળી. ઓલ ઈન્ડિયા કબડ્ડી ફેડરેશનની રચના 1950માં થઈ અને આ રમત માટે કેટલાક સત્તાવાર નિયમો તૈયાર થયા. આમ તો એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ 1980માં યોજાઇ અને ભારત તેમાં ચેમ્પિયન બન્યું હતું. જાપાનમાં 1979માં કબડ્ડીની શરૂઆત થઈ હતી. ભારતમાં રમાતી આ રમતને પંજાબે પોતાની માર્શલ પરંપરાનો ભાગ બનાવી.   

પોલો

2/5
image

પોલો એક આંતરરાષ્ટ્રીય રમત છે. અમેરિકાથી ઓસ્ટ્રેલિયા સુધી દરેક જગ્યાએ રમવામાં આવે છે. આ રમતને ઘોડેસવારી કરતા રમવામાં આવે છે. તમે વિચારી રહ્યાં હશો કે આ રમતનો જન્મ કોઈ વિદેશી ધરતી પર થયો હશે. તમે આ વિચારી રહ્યાં છો તો ખોટુ છે. તમે જાણીને ચોંકી જશો કે પોલો રમતનો જન્મ ભારતના સેવન સિસ્ટરના નામથી જાણીરા રાજ્યોમાંથી એક રાજ્ય મણિપુરમાં થયો હતો. ઈતિહાસમાં નજર કરો તો ખ્યાલ આવે કે વર્ષ 1859માં સિલચર પોલો ક્લબની સ્થાપના બ્રિટિશ સૈન્ય અધિકારીઓ અને ચાના બાગાનિઓએ કરી હતી, કારણ કે તત્કાલીન લેફ્ટિનેન્ટ જોય શેરેરે સ્થાનિક લોકોને આ રમત રમતી જોઈને નક્કી કર્યું કે, અંગ્રેજોએ પણ તેને શીખવી જોઈએ. જાણકારી પ્રમાણે ભારતથી 1868માં પોલો માલ્ટા, 1869માં ઈંગ્લેન્ડ, 1870માં આયર્લેન્ડ, 1872માં આર્જેન્ટીના અને 1874માં ઓસ્ટ્રેલિયાની સરહદ સુધી પહોંચી ગઈ હતી. કહેવામાં આવે છે કે 1900-1939 સુધી પોલો પણ એક ઓલમ્પિક રમત હતી. આ રમતમાં બે ટીમ થઈ ગઈ, બંન્ને ટીમમાં ચાર-ચાર ખેલાડી હોય છે. આ રમતમાં બે ગોલ પોસ્ટ હોય છે. એક લાંબી મેલેટથી લાકડીના બોલને ગોલ પોસ્ટ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. 

બેડમિન્ટન

3/5
image

જે રમતના નામથી મહારાષ્ટ્રના એક શહેરનું નામ પડ્યું, તેને આજે વિશ્વમાં બેડમિન્ટનના નામથી ઓળખવામાં આવે છે. એક સમય તે પણ હતો કે બેડમિન્ટનની રમતને પૂના કે પૂનાહના નામથી ઓળખવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે બ્રિટિશ હકુમત દરમિયાન બ્રિટિશ અધિકારીઓએ આ રમતને પુણેના ગૈરીસન શહેરમાં રમજી જોઈ અને સૌથી પહેલા વર્ષ 1873માં તેના નિયમ બનાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે બેડમિન્ટનની રમત બે રમત, બેટલડોર અને શટલકોકના વિલયથી બની હતી. બેડમિન્ટન નામ ગ્લૂસ્ટરશાયરમાં બ્યૂફોર્ટના બેડમિન્ટન હાઉસથી ડ્યૂકથી લેવામાં આવી હતી. 

ચેસ

4/5
image

શતરંજનો ઈતિહાસ આશરે 1500 વર્ષ જૂનો છે અને આ રમતની શરૂઆત ભારતમાં થઈ હતી. સિંધુ ઘાટી સભ્યતા દરમિયાન આ રમત રમવામાં આવતી હત. આ રમત છઠ્ઠી સદીમાં ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન ખૂબ લોકપ્રિય હતી. આમ તો હડપ્પા અને મોહનજોદારોમાં પ્રાપ્ત ઉલ્લેખોમાં આ રમતનું વર્ણન મળે છે. તે સમયેમાં તેને ચતુરંગા કહેવામાં આવતી હતી, જેનો અર્થ છે સેનાના ચાર ભાગ. 8×8 ચેકર્ડ બોર્ડ પર આ રમતને પાસાથી રમવામાં આવે છે. પરંતુ ધાર્મિક પાસાંઓને કારણે પાસા અને જુહાને હટાવી દેવામાં આવ્યા. અરબી અને ફારસી લોકોની સાથે આ રમત ભારતથી બહાર ગઈ અને આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે.   

કેરમ

5/5
image

કેરમ એક પારિવારિક રમત છે. એવી માન્યતા છે કે, સ્ટ્રાઇક-એન્ડ-પોકેલ ગેમ ભારત અને આસપાસના વિસ્તારમાં શરૂ થઈ હતી. 19મી સદીની શરૂઆતમાં ભારતના વિભિન્ન રાજ્યોમાં રાજ્ય સ્તરીય ટૂર્નામેન્ટ આયોજીત કરવામાં આવહી હતી. 1935ની આસપાસ આ ભારત સિવાય શ્રીલંકામાં પણ રમાવા લાગી. વર્ષ 1958માં ભારતે કેરમ ક્લબોના સત્તાવાર એસોસિએશનની રચના કરી અને વર્ષ 1988માં આંતરરાષ્ટ્રીય કેરમ ફેડરેશન ચેન્નઈમાં આવ્યું. આ રમતે ધીમે ધીમે યૂરોપ અને અમેરિકામાં પણ લોકપ્રિયતા હાસિલ કરી હતી. (ફોટોઃ યૂટ્યૂબ)