બાબા વેંગાની આ ભવિષ્યવાણીથી કેમ ચિંતાતૂર છે ભારત, જાણો કેટલી ભયાનક છે? ગુજરાત માટે શું છે ડરનું કારણ

હવે ગણતરીના કલાકો બાદ નવું વર્ષ 2025 શરૂ થશે. બાબા વેંગાની ભવિષ્યવાણી પર આજે પણ દુનિયા વિશ્વાસ કરે છે. દુનિયાભરના લોકો દર વર્ષે તેમની અલગ અલગ ભવિષ્યવાણીઓ વિશે જાણવા માંગતા હોય છે. આજે અમે તમને જણાવીશું તેમની કેટલી ભવિષ્યવાણી સાચી પડી છે અને ભારત માટે શું છે ચિંતાજનક. 

1/6
image

બાબા વેંગા બલ્ગેરિયાના મહિલા ભવિષ્યવક્તા હતા. તેઓ ભલે દ્રષ્ટિહીન હતા પરંતુ તેમણે દેશ દુનિયા વિશે ઘણું ભવિષ્ય ભાખ્યું હતું. ભારત માટે પણ તેમણે એવું તે શું કહ્યું કે જેને લઈને ભારતના લોકો પણ ડરી રહ્યા છે. 

2/6
image

બાબા વેંગાએ પોતાના મૃત્યુ પહેલા દુનિયાભર વિશે અનેક ભવિષ્યવાણીઓ કરેલી છે. જેના પર લોકો વિશ્વાસ ધરાવે છે. જો કે તેમની અનેક ભવિષ્યવાણીઓ ખોટી ઠરી અને કેટલીક સાચી પણ પડી. 

3/6
image

બાબા વેંગાએ સોવિયેત સંઘના ભાગલા, રાજકુમારી ડાયનાના મૃત્યુ, 2004ની થાઈલેન્ડ સુનામી, બરાક ઓબામાનું રાષ્ટ્રપતિ બનવું અને અમેરિકામાં 9/11 આતંકી હુમલા સહિત અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. 

4/6
image

બાબા વેંગાએ વર્ષ 2025 વિશે અનેક ભવિષ્યવાણીઓ કરી છે. જે મુજબ વર્ષ 2025માં યુરોપમાં એક ભયાનક સંઘર્ષ શરૂ થશે, જેનાથી ચારેબાજુ ભારે તબાહી મચશે. આ મહાદ્વીપની વસ્તીનો એક મોટો ભાગ તેનાથી ભયંકર રીતે પ્રભાવિત થશે. અત્રે જણાવવાનું કે યુરોપમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે. 

5/6
image

આ ઉપરાંત બાબા વેંગાએ 2033માં જળવાયુ પરિવર્તનના ગંભીર પરિણામો આવવા અંગે પણ ભવિષ્યવાણી કરેલી છે. તે સમયે બરફ પીગળવાથી દુનિયાભરના સમુદ્રના સ્તરમાં ભારે વધારો થશે. અત્રે જણાવવાનું કે ગુજરાતને આશરે 1600 કિમી જેટલો લાંબો દરિયાકિનારો મળેલો છે. તેમણે કહ્યું હતું કે વર્ષ 2170માં ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાએ ભારે દુષ્કાળની સ્થિતિનો સામનો કરવો પડશે.   

Disclaimer:

6/6
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.