12 વર્ષ બાદ ગુરૂ ઉદય થઈને બનાવશે 'કેન્દ્ર ત્રિકોણ રાજયોગ', આ જાતકોને નવી નોકરી સાથે થશે ધનલાભ

Astrology News: ગુરૂ બૃહસ્પતિ જૂનની શરૂઆતમાં વૃષભ રાશિમાં ઉદય થવાના છે. ગુરૂ ઉદયનો લાભ કેટલાક જાતકોને મળવાનો છે. આ જાતકો પોતાના જીવનમાં પ્રગતિ કરી શકે છે. 

ગુરૂ ઉદય

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ એક ચોક્કસ સમય પર પોતાની ચાલમાં ફેરફાર કરી શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ જૂનની શરૂઆતમાં વૃષભ રાશિમાં ઉદય થવા જઈ રહ્યાં છે, જેનાથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ થશે. આ યોગ બનવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકોને પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે...  

મેષ રાશિ

2/5
image

તમારા લોકો માટે કેન્દ્ર ત્રિકોણ યોગ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી ધન ભાવ પર ગોચર કરી રહ્યાં છે. જેથી આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે તમે બિઝનેસમાં સારો કમાણી કરશો અને જે લોકો નોકરી કરે છે તેને પગાર વધારા સાથે પ્રમોશનનો લાભ મળી શકે છે. આ દરમિયાન તમારી વાણીમાં પ્રભાવ જોવા મળશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. તમારા જે કામ અટવાયેલા છે તે પણ થઈ જશે. 

મિથુન રાશિ

3/5
image

કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું બનવું મિથુન રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી ગોચર કુંડળીના 12માં ભાવમાં ઉદય થવાના છે. સાથે ગુરૂ ગ્રહ તમારી રાશિથી સપ્તમ અને દશમ ભાવના સ્વામી છે. તેથી આ સમયે પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. આ સમયે તમને કામધંધામાં સફળતા મળી શકે છે. મિથુન રાશિના જાતકો કરિયરમાં ખુબ પ્રગતિ કરશે. છેલ્લા કેટલાક સમયથી જે કાર્ય અટવાયેલા છે, તે પણ પૂરા થઈ જશે. બિઝનેસમાં ઘણી નવી ડીલ મળવાથી પ્રગતિ થશે. સાથે આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો, જે તમારા માટે શુભ સાબિત થશે. 

ધન રાશિ

4/5
image

તમારા માટે કેન્દ્ર ત્રિકોણ યોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી ગોચર કુંડળીના છઠ્ઠા ભાવમાં ઉદિત થવાના છે. તેથી આ સમયે કોર્ટ-કચેરીમાં સફળતા મળી શકે છે. સાથે કરિયરમાં તમારા કામની મદદથી તમારી કાર્યસ્થળે પ્રશંસા થશે. તો ગુરૂ ગ્રહ તમારી રાશિથી લગ્ન અને ચતુર્થ ભાવના સ્વામી છે. તેથી આ સમયે તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. સાથે કોઈ વાહન કે જમીન ખરીદી શકો છો. આ દરમિયાન તમે ધનની બચત કરવામાં પણ સફળ થશો. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.