વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોની દર્દનાક વેદના સાંભળી સમસમી ગયા ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ, જુઓ તસવીરોમાં....
મૌલિક ધામેચા/અમદાવાદ: વાવાઝોડાની અસર હવે ધીરે ધીરે ગુજરાતમાં ઓછી થઈ રહી છે, પરંતુ કહેવત છે કે 'સાય ગયો, લિસોટો રહી ગયો' એ સાચી સાબિત થઈ રહી છે.
હાલ વાવાઝોડાના કારણે સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં જોવા મળી હતી. ત્યારે આજે CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છ પહોંચ્યા છે. જ્યાં તેમણે પ્રથમ જખૌ પોર્ટનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જે બાદમાં તેઓ જખૌ સેલટર હોમ ખાતે રહેલા લોકોને મળ્યા પહોંચ્યા છે. આ સાથે તેઓ માંડવી ખાતે પ્રભાવિત થયેલ લોકોને પણ મળ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે બિપરજોઇ વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ –ભુજ જીલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યુ. ત્યારબાદ માંડવી હોસ્પિટલમાં દાખલ ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધોની મુલાકાત લઇ તેઓના ખબર-અંતર પુછ્યા હતા, હોસ્પિટલમાં જન્મ લીધેલ બાળકના માતાની મુલાકાત લીધી હતી. ગૃહમંત્રી અમિત શાહ બિપરજોઇ વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુકશાનની સમીક્ષા માટે ખેડૂતોની મુલાકાત લીધી હતી.
કચ્છ જિલ્લામાં બિપોરજોયની અસરની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જખૌ પોર્ટનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. સતત વરસાદ અને વાવાઝોડાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. આ તરફ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ આજે હવાઈ નિરીક્ષણ કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આજે બપોરે 12 વાગે દિલ્હીથી સીધા કચ્છ પહોંચેલા અમિત શાહે અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો, ક્યાં કેટલું નુકસાન પહોંચ્યુ છે, તેની વિગતો તંત્ર પાસેથી મેળવી હતી. ગુજરાતમાં દરિયા કાંઠા ટકરાયેલા બિપરજૉય વાવાઝોડાના લેન્ડફૉલના કારણે કચ્છ, દ્વારકા સહિતના 9 જિલ્લાઓમાં નુકસાન પહોંચ્યુ હતુ.
Trending Photos