અંબાલાલ પટેલની આગાહી; ગુજરાતના આ જિલ્લાઓ ચિંતાતૂર, આવી રહ્યું છે સૌથી મોટું સંકટ, હવે પડશે કરા
Weather Latest Forecast: આગામી દિવસોમાં ફરી એકવાર ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આગામી પ્રમાણે આગામી 21થી 25 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો જોવા મળશે. બીજી બાજુ ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે. અચાનક ધોળું દેખાતું આકાશા કાળુ પડી રહ્યું છે. વાદળો ઘેરાઈ રહ્યાં છે. હાલ તો ગુજરાતમાં મિક્સ ઋતુનું રાજ છે. હાલ મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો ક્યાંક છુટાછવાયા વરસાદની પણ આગાહી છે.
ગુજરાતના કયા ભાગોમાં થશે વરસાદ?
અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યુ હતુ કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે. ત્રણથી પાંચ માર્ચ દરમિયન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 5થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે. જ્યારે વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે પવનની ગતિ અચાનક તેજ થઈ શકે છે. જેની અસર ગુજરાતના કેટલાંક ભાગોમાં જોવા મળશે.
ક્યાં કરાઈ વરસાદની આગાહી?
હવામાન ખાતાની આગાહી મુજબ દેશના ઉત્તર ભાગોમાં અસર જેવા મળશે જેના લીધે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવવાની શક્યતા છે. પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટનાજ ણાવ્યાં મુજબ એક પછી એક એમ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 17 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી વચ્ચે પહાડો પર પહોંચે તેવી શક્યતા છે. જેનાથી હિમવર્ષાની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 25થી 26 ફેબ્રુઆરીના બીજુ એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા આ ફેબ્રુઆરી મહિનાના અંતમા વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા 25થી 27 ફેબ્રુઆરી વાદળછાયુ વાતાવરણ રહેશે. માર્ચ મહિનાની શરુઆતમાં એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યનાં ભાગોમાં વાદળ છાયુ વાતાવરણ રહેશે. કેટલાક ભાગોમા છાંટા પડવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં બદલાવ આવશે અને માર્ચ મહિનામાં પણ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતા છે. પરંતુ એપ્રિલ મહિના દેશના ઉતરિય પર્વતિય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થશે. આથી ઉતર ભારત સહિત ગુજરાતમાં ઘણા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. અને રાજ્યના કોઈ કોઈ ભાગમાં કરા પડી શકે છે.
ગુજરાતના આ જિલ્લાઓ ચિંતાતૂરઃ
આજે બનાસકાંઠા જિલ્લા ઉપરાંત દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. દાહોદ શહેર અને ગ્રામ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ લઈને ખેડૂતોમાં ચિંતા પેઠી છે. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યુ હતુ, વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતા છે. અહીં પણ જો કમોસમી વરસાદ થાય તો નુકસાનની શક્યતા વધુ છે.
શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે એક મોટું સંકટ આવ્યું છે. આ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે. ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 20થી 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે. જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થઇ શકે છે
ગુજરાત સહિત આ રાજ્યોમાં દેખાશે અસરઃ
હવામાન ખાતાની આગાહી મુજબ શુક્રવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જવા મળશે. જેના લીધે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીર તથા યુપી સહિત દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. હવામાન ખાતાએ બદલાતા હવામાનની સંભાવનાઓ ધ્યાનમાં લઈ સમગ્ર ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ ઉ.ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, અમુક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટી શકે છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યો માટે સામાન્યથી ભારે વરસાદ અને બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા તાપમાન નીચું જવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનું જોર વધશે. ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. આ સાથે પવનની ગતિ પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં ફરી પડશે કાતિલ ઠંડીઃ
વહેલી સવારે અચાનક ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા ફરી એકવાર ઉનાળાની આગાહીઓ સાઈડમાં થઈ ગઈ છે અને ફરી કડકડતી ઠંડીની આગાહીઓ કરવામાં આવી રહી છે. આગાહીકારોની આગાહી પણ અહીં ખોટી ઠરી રહી છે. આ સ્થિતિને જોતા ફરી એકવાર ગુજરાતનાં કાતિલ ઠંડીના રાઉન્ડની આશંકા સેવાઈ રહી છે.
Trending Photos