સાચવવા જેવું છે ભઈ! ગુજરાતના 4 જિલ્લામાં ત્રાટકનાર વાવાઝોડું કેવું હશે? શું કહે છે અંબાલાલ પટેલ?
Ambalal Patel Forecast: હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીએ કાળો કેર મચાવ્યો છે. આ બધા વચ્ચે હાલ ગુજરાતમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના આગાહીકાર અંબાલાલે પણ ભારે ભરખમ આગાહી કરી છે. ગુજરાતવાસીઓએ સાચવવા જેવું છે. જાણો શું કહ્યું છે અંબાલાલ પટેલે? અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે આજથી હવામાનમાં ફેરફાર થશે. આ સાથે ભારે આંધીવંટોળ આવવવાની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબી, આંધીવંટોળ વધુ રહેશે. અમદાવાદમાં પણ આંધીવંટોળનું પ્રમાણ રહી શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ 6 જૂન સુધીમાં આંચકાનો પવન 25-30 km જયારે 40 km ની ઝડપે પવન મધ્ય ગુજરાતમાં રહી શકે છે. આ પવનને કારણે બાગાયતી પાકોને અસર થાય. 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે.
તેમણે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. અરબ સાગરમાં 8 જૂનથી હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા છે. 8 જૂને અરબસાગરમાં હવામાં ફેરબદલ થતા દરિયામાં કરંટ જોવા મળશે. રાજ્યમાં ભારે પવન ફૂંકવાની શક્યતા છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે રેમલ વાવાઝોડાએ બંગાળ સહિત કેટલાક ભાગોને હચમાવ્યું અને વરસાદ જોવા મળ્યો. આમ છતાં હાલ દેશમાં ગરમીએ કાળો કેર મચાવ્યો છે. આ બધા વચ્ચે હાલ ગુજરાતમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે દેશમાં વિધિવત રીતે દક્ષિણમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ વખતે ચોમાસું જલદી બેસી ગયું છે. એકબાજુ દેશમાં હીટવેવના કાળા કેરથી 25 ચૂંટણી કર્મચારીઓ સહિત 40 લોકોના મોત થયા છે, લોકો બેહાલ જોવા મળી રહ્યા છે ત્યારે કાગડોળે દેશના અન્ય ભાગોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે.
ગુજરાતમાં રેતીના તોફાનની આગાહી
રાજ્યના હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી 6 દિવસ તાપમાન યથાવત રહેશે. ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. કચ્છ,પાટણ,બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન 43 થી 44 ડિગ્રી આસપાસ રહેશે. આગામી 4 જૂન સુધી તાપમાનમાં વધુ ફેરફાર નહી નોંધાય.
ચોમાસા વિશે તેમણે આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે 7 થી 14 જૂન સુધીમાં ચોમાસુ શરુ થશે. 15 જૂનથી પવનનું જોર વધશે. 18-19 જૂનમાં વાદળ આવશે. જયારે 28 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. કચ્છ,પાટણ,બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન 43 થી 44 ડિગ્રી આસપાસ રહેશે. આગામી 4 જૂન સુધી તાપમાનમાં વધુ ફેરફાર નહી નોંધાય.
વરસાદના વધામણા
અમદાવાદની વાત કરીએ તો મે મહિનો અમદાવાદ શહેર માટે કાળઝાળ બની રહ્યો. 31 દિવસમાંથી 27 દિવસ તો સરેરાશ મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર જોવા મળ્યું. લોકો કાગડોળે જૂનમાં વરસાદ વરસે અને ગરમીથી રાહત મળે તેવી રાહ જોઈ બેઠા છે. ત્યારે એક સારા સમાચાર એ આવ્યા છે કે 11 જૂન બાદ વરસાદ પડે તેવી સંભાવના છે.
હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન મુજબ અમદાવાદમાં 1થી 5 જૂન દરમિયાન તાપમાન 41 થી 42 ડિગ્રી આજુબાજુ રહી શકે છે. જ્યારે 5-7 જૂનના ગરમીમાં વધારો થતા તાપમાન 44 ડિગ્રી પર પહોંચી શકે. જો કે 8 જૂન બાદ ગરમી ઘટી શકે અને 11 જૂન બાદ વરસાદ પડી શકે છે. 11થી 18 જૂન દરમિયાન અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. જો કે ખરું ચોમાસું તો જૂન મહિનાના અંતમાં જોવા મળશે.
બીચ બંધ કરાયા
હવામાન વિભાગે જે ડસ્ટ સ્ટોર્મની આગાહી કરી છે તેના પગલે સુરતમાં ડુમસ અને સુવાલીનો દરીયો સહેલાણીઓ માટે બંધ રહેશે. 1 થી 7 જૂન સુધી બંધ રહેશે. પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. એક ટિમ સતત પેટ્રોલીગ કરશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનને કારણે ગરમીમાં રાહત છતાં બફારો વધતા લોકો હેરાન પરેશાન છે.
Trending Photos