અંબાલાલ પટેલે ગુજરાતની જનતાને કરી સાવચેત; ગુજરાતીઓને માથે તોળાય રહ્યું છે વધુ એક મોટું સંકટ

Gujarat Rains: ગુજરાતના ખેડૂતો માથે ભરશિયાળે વધુ એક મોટી ઘાત આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતની ચિંતા વધારવા માટે પરી એકવાર રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડશે. એટલું જ નહીં કમોસમી વરસાદ બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

1/5
image

અંબાલાલ પટેલની આગાહીને ધ્યાનથી સાંભળજો. ગુજરાત માટે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી ખેડૂતોને ચિંતારૂપ માવઠાંની આગાહી કરી છે.. આજથી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 27થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા. કેટલાક  વિસ્તારમાં પવન સાથે પણ વરસાદ પડશે. ફ્રેબુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે.

2/5
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે.. મંગળ, બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે.. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે એ સમયે ઠંડીમાં ઘટાડો થશે.વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે..

3/5
image

ફેબ્રુઆરીની શરૂઆતમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. જેના કારણે ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે..  

4/5
image

અંબાલાલ પટેલની આગાહીની મુખ્યત્વે વાત કરીએ તો જાન્યુઆરીના અંતમાં માવઠું અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ભારે હિમવર્ષાના કારણે ખૂબ ઠંડી પડવાની શક્યતા છે. જોકે, આ બધા વચ્ચે હવામાન વિભાગે પણ રાજ્યની હવામાન પરિસ્થિતિને લઈને આગાહી કરી છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. વાદળો હોવાના કારણે તાપમાનમાં પણ વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

5/5
image

હવામાન વિભાગની આગાહી અને અંબાલાલ પટેલની આગાહી વચ્ચે તફાવત જરૂર છે પરંતુ, રાજ્યમાં જ્યારે જ્યારે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે અંબાલાલ પટેલની આગાહી સાચી નીવડી છે. એવામાં હવે જોવું એ રહ્યું કે, ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને કેટલું નુકસાન કરાવશે.