ભારતના આ પુલમાં એટલા તાર છે કે, આખી પૃથ્વીને વીંટાળી શકાય છે

Bandra Worli Sea Link : તસવીરમાં દેખાઇ રહેલો ભારતનો આ પૂલ એન્જિનિયરીંગનો જબરદસ્ત નમૂનો છે. આ પૂલમાં પૃથ્વીની પરિધિ જેટલા સ્ટીલના તાર લાગેલા છે અને વજન 50 હજાર આફ્રિકી હાથીઓ જેટલું છે. આ સી બ્રિજ માયાનગરી મુંબઇમાં આવેલો છે
 

1/6
image

મુંબઈમાં દરિયા વચ્ચે બનાવેલો બાંદ્રા-વર્લી સી લિંક બ્રિજ ભારતનો પહેલો 8 લેન અને સૌથી લાંબો સમુદ્રી બ્રિજ છે. જેની લંબાઇ 5.6 કિમી છે. આ બ્રિજ ચાલુ થયા પછી બાંદ્રાથી વર્લીની મુસાફરી 1 કલાકથી ઓછી થઇ ગઇ છે.   

2/6
image

બ્રિજનું નિર્માણ વર્ષ 2009માં પૂરું થયું અને તેના નિર્માણકાર્ય માટે 1600 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. વર્ષ 2010માં આ બ્રિજની 8 લેન ચાલુ કરી દેવાઇ હતી. 

3/6
image

આ બ્રિજની ખાસિયત એ છે કે, બ્રિજના તમામ સ્ટીલ કેબલ્સ જોડવામાં આવે તો પૃથ્વીની એક પરિધિ બરાબર થાય છે... પૃથ્વીની પરિધિ 40 હજાર 75 કિલોમીટર છે. તેટલા સ્ટીલ વાયરનો ઉપયોગ આ બ્રિજ માટે થયો છે.   

4/6
image

આ બ્રિજને રાજીવ ગાંધી લિંકના નામથી પણ ઓળખવામાં આવે છે. આ બ્રિજનું વજન 56,000 આફ્રીકન હાથીઓના વજન બરાબર છે, જેમાં 90,000 ટન સિમેન્ટનો ઉપયોગ કરાયો છે.   

5/6
image

સૌથી મહત્વની બાબત એ છે કે, આ બ્રિજનું નિર્માણ 11 દેશોન ગ્રૂપ સાથે મળીને કરવામાં આવ્યું હતું. જેમાં મિસર, ચીન, કેનેડા, સ્વિત્ઝરર્લેન્ડ, બ્રિટન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપુર, ફિલીપાઈન્સ, ઈન્ડોનેશિયા અને સર્બિયા સામેલ છે. 

6/6
image