Akshaya Tritiya 2022: આજે અક્ષય તૃતીયાના દિવસે કરો આ વસ્તુની ખરીદી, થશે ધનનો વરસાદ!

નવી દિલ્લીઃ અક્ષય તૃતીયાનો દિવસને આખા વર્ષનો સૌથી શુભ દિવસ મનાય છે...આ દિવસે બ્રાહ્મણ પાસે મુહૂર્ત કઢાવ્યા વિના જ સારા કામ કરી શકાય છે... જેમ કે લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, નવા કાર્યની શરૂઆત, ઘર-ગાડીની ખરીદી જેવા શુભ કાર્યો કરી શકાય છે. 

અક્ષય તૃતીયાનો દિવસને ખરીદી માટે ખૂબ જ શુભ મનાય છે. ફક્ત સોનું જ નહીં પરંતુ આ દિવસે ખરીદેલી તમામ વસ્તુઓ લાંબા સમય સુધી ચાલે છે... અક્ષય તૃતીયા દિવસ આ વર્ષે 3 મેના રોજ ઉજવવામાં આવશે..

સુખ-સમૃદ્ધિ

1/6
image

સોનું ખરીદવું અક્ષય તૃતીયાના દિવસે શુભ છે, પરંતુ સોનાના વધતા ભાવને લીધે મોટા ભાગના લોકો માટે ખરીદવું અશક્યા છ...ત્યાર તમે સોના સિવાય ઘણી બધી વસ્તુઓ ઘર માટે ખરીદી શકો છો... જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે..

જવ

2/6
image

અક્ષય તૃતીયા  પર તમે જવ ખરીદી શકો છો, તમે સોનું નથી ખરીદી શકતા તો તમે જવ ખરીદી શકો છે, જેને શુભ માનવામાં આવે છે. જવને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો..

કોડી

3/6
image

  મા લક્ષ્મીને કોડી બહુ પ્રિય છે...અક્ષય તૃતીયાના દિવસે મા લક્ષ્મીના ચરણોમાં કોડી અર્પણ કરો...વિધી અનુસાર મા લક્ષ્મીની પૂજા કરો અને પછી બીજા દિવસે  કોડીને લાલ કપડામાં લપેટીને પૈસા રાખવાની જગ્યા પર રાખો.

શ્રી યંત્ર

4/6
image

શ્રી યંત્ર ખરીદવું ખૂબ જ શુભ મનાય છે.. વિધિપૂર્વક શ્રી યંત્રની સ્થાપના કરવાથી શુભ ફળ મળે છે.

શંખ

5/6
image

દક્ષિણાવર્તી શંખ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. દક્ષિણાવર્તી શંખને ઘરમાં રાખવાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.પૂજા સ્થાન પર એકથી વધુ શંખ ન રાખવા જોઈએ

ઘડો

6/6
image

ઘડા ખરીદવો  પણ ખૂબ જ શુભ મનાય છે. ઘડો ખરીદીને ઘરમાં રાખી શકાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE MEDIA એની પુષ્ટી કરતું નથી)